Thursday, July 22, 2010

"સરિતાના તરસ્યાને અંજલિ અર્પણ શું કરો?"



સરિતાના તરસ્યાને અંજલિ અર્પણ શું કરો?
અમાસના અંધકારમાં દેખી દર્પણ શું કરો?

મારગ બદલ્યા કરો છો શું? કેડીઓ કઠીન જાણી,
મંઝિલ પાસે પહોંચી ગયાં અને આવશે જો અડચણ શું કરો?

સઘળા ઉત્તર આપની પાસે અમારા હ્યદયના પ્રશ્નોનાં,
સમસ્યા સરળ છે સમજવામાં બીજાની સમજણ શું કરો?

"ચિત" ભાવ હીરાના આંકી દીધા અમે તો કાચના કટકા ને,
કિરણો સૂર્યના ઉછીના લઈ ચમકવાની ગોઠવણ શું કરો?

"ચિંતન ટેલર"

"એક ચાહક તરીકે"



રુદન સમયે રુમાલ બનીને,
ક્ષુધા સમયે ઝરણ બનીને,
ઉદાસીનતા માં આસ્વાસન બનીને,
અંધકાર માં કિરણ બનીને,
હું તમારો સાથ આપવા આતુર છું.
પરંતુ એક મિત્ર તરીકે નહી એક ચાહક તરીકે.

"ચિંતન ટેલર"

Wednesday, July 21, 2010

"કરશે ત્યાં શું અજવાળાં"



શાંત સરોવર જીવન મારું નાખી ના દેતા પાણાં,
અથડાઈ કિનારે તુટી જાશે પાણીના કુંડાળા.

માંગ્યા વગર સઘળું મળે, ઈચ્છા કરો કદી ના ફળે,
પસંદ છો નિકટ આવતા નહી વધી ના જાય ગાળાં.

એકલતાની આદત છે, એકલો જ ચાલ્યા કરું,
સાથ આપી સુવાસો સુધી બનીના જાતા અજાણ.

કહે છે રોશની કરી દેશે એ મારગમાં અમારા,
પણ પલકો જ જ્યાં ખુલતી નથી "ચિત" કરશે ત્યાં શું અજવાળાં.

"ચિંતન ટેલર"

"આપની આંગળીના સ્પર્શથી"



આપની આંગળીના સ્પર્શથી ઉભા થઈ જાય છે સમંદરમાં વમળો,
ખુદ આપના આગમનથી બચશે કેમ? સરોવરના કોમળ કમળો.

"ચિંતન ટેલર"

Tuesday, July 20, 2010

"જવાબ એક પણ મળશે નહી સવાલ કોઈ પુછયા વગર"



કહી છીછરું ના ચાલ્યા જશો, કદમ એક પણ મુક્યાં વગર,
મોતી એમજ તો મળશે નહી સમંદર ને ચુંથ્યા વગર.

અર્થ તો એકજ નીકળે છે, વાક્યોમાં જ છે તફાવત,
સમજ્યા કરો ઈશારાથી શબ્દો ને ધુંટ્યા વગર.

નીરખી લીધું કેમ પાછુ ફરી જો ચાલ્યાં જ જવાનું હોય,
યાદો અમારી રહેશે નહી, નિંદો તમારી લુટ્યાં વગર.

નજરો માં જોવા મળશે નહી, ભાવ અમારા મનનાં,
જવાબ એક પણ મળશે નહી સવાલ કોઈ પુછયા વગર.

આંસુ નહી સમજતાં એ "ચિત" અફસોસ અવગણના નો છે,
ખાલી થઈ જાય દરિયા ભલે નજરો વહેશે ખૂટ્યાં વગર.

"ચિંતન ટેલર"

"નથી અચરજ! જો અગાસીના એકાંતમાં રોવાઈ જાય"



ધારણાઓ થઈ ધુમાડો ગગનમાં ખોવઈ જાય,
લખી ચુકાયેલા શબ્દો વહેતાં આંસુમાં ધોવાઈ જાય.

નજરો ને એ વિસરવા કાજે માર્ગ વદલી ફર્યા કરવું,
પણ વિકલ્પ શું છે? રાત્રે એ સપનામાં જોવાઈ જાય.

તકવાજોની ભીડમાં મન મુકીને હસ્યા કરવું,
નથી અચરજ! જો અગાસીના એકાંતમાં રોવાઈ જાય.

પરપોટાના સાથની આશાતો ક્યાં રાખે પાણી,
જો શરીર ચાલ્યા કરે આગળ, અને "ચિત" પડછાયો રોકાઈ જાય.

"ચિંતન ટેલર"

"આશાઓના રણમાં કાયમ હૈયું ભટકે છે"



શક્યતાઓ મુલાકાત ની સરકી સરકી જાય,
યાદની સાંજો આંખમાં આંસુ ભરતી-ભરતી જાય.

આશાઓના રણમાં કાયમ હૈયું ભટકે છે,
ઝાંઝવા પાછળ દોડી આ મન તરસી-તરસી જાય.

ભૂલી શકાશે ક્યાંથી તમને? ચાંદો છુપશે ક્યાં?
ચાંદની રાતો મનમાં અંધારુ કરતી-કરતી જાય.

જેમના કાજે તોફાનો દરિયાના ખાળું છું,
હાથ છોડી એ ડૂબતો મૂકીને તરતી-તરતી જાય.

પથ્થરના જગમાં શીશાઓના ભાવ તો કરશે શું? "ચિત",
કાચની ભાવના પર્વત પરથી પડતી-પડતી જાય.

"ચિંતન ટેલર"

"આંસુઓ છે ચંદ્રના"



રાત્રી આખી હસી-હસીને પરોઢ પડે પછતાય છે,
આંસુઓ છે ચંદ્રના જગને ઝાકળ સમજાય છે.

બે નજરોમાં કેદ રહેલું મન વૈભવને શું કરે?
હાર ભલે હોય ફૂલોના મનને સાંકળ સમજાય છે.

આપી દે જો સ્મિત એમનું હિંમત નબળાં હૈયાને,
તીર, ભાલા અને તલવારો પણ તણખલાં દેખાય છે.

વિચારો સંકુચિત જેના, ક્ષીર અને નીર ને જાણે શું?
શત્રુઓ સાથે સંધિ કરે અને મિત્રોથી ગભરાય છે.

મંઝિલ મારી એમની એક છતાં સાથ દેતાં નથી "ચિત",
બદલ્યો એમણે મારગ માત્ર, અહીં જિંદગી બદલાય છે.

"ચિંતન ટેલર"

Monday, July 19, 2010

"પ્રિત ક્યારેય કરશે નહી"



એ આંખો છે મૃગજળનો દરિયો,
તરસ તારી છીપસે નહી,
કરશે તો એ માયા જ કરશે,
પ્રિત ક્યારેય કરશે નહી.

વાદળ તો છે જળથી ભરેલા,
પણ ખેતર ઉપર વરસે નહી,
અર્થની પાછળ મરવાંવાળા,
આ મન પર તો મરશે નહી.

ખુલ્લી આંખો ના સપનાં છે એ,
સાચા તો ક્યારેય પડશે નહીં,
હસતાં-હસતાં એ મન તોડશે,
એક ટુકડો પણ જડશે નહી.

"ચિત" થી વાતો કરવાવાળા,
યાદ પણ પછી કરશે નહી,
કિનારા પાસે જ ડૂબી જનારાં,
મધ દરિયે તો તરશે નહી.

"ચિંતન ટેલર"

"ક્યાંક થોડી થાય અસર"



એક હતું ઝાંઝવું અને એક હતી એની નજર,
એકમાં મર્યા ડુબી જઈએ એકમાં પાણી વગર,
ખત્મ થઈ ગઈ એક અમારી ઈચ્છા, અમારા જ મરણની સાથે,
કે અમારા મરણની હ્યદયમાં એમના ક્યાંક થોડી થાય અસર.

"ચિંતન ટેલર"