Saturday, July 17, 2010

"અમાસ અમારે કાયમની થઈ ગઈ"



યાદો તમારી છુપતી નથી, મનની છે ચાદર કાણી-કાણી,
કોરો-કોરો કંઠ અમારો ભલે હોય આ આંખો પાણી-પાણી.

દિવડો આ દિલનો સળગ્યા કરે છે, જીવન અંધારુ હટતું નથી,
અમાસ અમારે કાયમની થઈ ગઈ, રોજે મનાવી દિવાળી-દિવાળી.

લાગણીઓ અમારિ લુટાવ્યા કરીશું, આશા અમારી ઉડાવ્યા કરીશું,
ખર્ચયા કરીશું સઘળું અમારું, મુલાકાતની હોય જો કમાણી-કમાણી.

સ્વપ્ન અમારાં રડ્યાં કરે છે, અશ્રું ધરા પર પડ્યાં કરે છે,
ઊમંગોના ઉત્સવ વીતી ગયા સહું હવે છે દુઃખોની ઉજાણી-ઉજાણી.

સાદ દેવામાં ઢીલા પડ્યાં એ, હાથ દેવામાં ઢીલા "ચિત" અમે પણ પડ્યાં,
જડતી નથી ક્યાંક નિશાની તમારીને થઈ ગઈ છે દુનિયા અજાણી-અજાણી.

"ચિંતન ટેલર"

"તમને ભૂલી જવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છીએ"



પ્રથમ તમારા ચહેરાને નહીં નીરખવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો,
પછીથી તમારાથી નયન નહીં મીલાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો,
ત્યારબાદ તમારા સંપર્કમાં નહીં આવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો,
છેવટે તમારા માટે લાગણીઓ નહીં વહેવડાવાનો નિષ્ફળ પ્રયત્ન અને,
હવે તમને ભૂલી જવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છીએ.

"ચિંતન ટેલર"

"ન સમજતાં કે જીતી ગયા"



સમજવાની શક્યતા છે નહીં કે સંબંધમાં સત્યને સ્વીકારી લઈએ,
મેળવીને તો તમને રહીશું જ બસ અમે જો એકવાર ધારી લઈએ,
અમારાથી તો કોઈ જીત્યું નથી અને જીતી પણ કોઈ શકશો નહીં,
તમે એમ તો ન સમજતાં કે જીતી ગયા, જો જાણી જોઈને અમે ક્યાંક હારી લઈએ.

"ચિંતન ટેલર"

"અંધકાર કરી શકતાં નથી"



એક છો તમે.....
પ્રયત્ન કરો છો કે ભૂલી જઈએ તમને અમે,
એક છે વાદળ.....
બધ જ ભેગા મળીને સૂર્યને છુપાવી દે છે પરંતુ રાત્રીનો અંધકાર કરી શકતાં નથી.

"ચિંતન ટેલર"