Wednesday, July 14, 2010
"અંધકાર ક્યાંય મળતો નથી"
તમારી નજરમાં અમારા હ્યદયનો સ્વીકાર ક્યાંય મળતો નથી,
છતાં પણ હ્યદયમાં તમારા વિનાનો વિચાર ક્યાંય મળતો નથી.
તમારી એક ઝલકને માટે તરસી રહું છું જ્યારે-જ્યારે,
ચહેરાનો તમારા વાદળમાં પણ આકાર ક્યાંય મળતો નથી.
પાછું વળીને જોયું તમે ને ફરીથી કરી દીધું અજવાળું,
દિવો લઈને શોધું છું હવે હું, અંધકાર ક્યાંય મળતો નથી.
ભાન ભૂલી ભટકી ગયા "ચિત" ભ્રમણા ભરેલી કોઈ ભીડમાં,
સૃષિટ આખીમાં કદમોને મારા વિસ્તાર ક્યાંય મળતો નથી.
શોધી રહ્યું છે આસ્વાસન એમનું, અહેસાન અમારા વડે થયેલું,
સોદા-બાજીમાં પડેલી દુનિયામાં આમજ ઉપકાર ક્યાંય મળતો નથી.
"ચિંતન ટેલર"
"ક્ષણભરમાં વિનાશ છે"
"વર્ષો જુનાં સંબંધો આજે ખુલાસો ચાહે છે"
હ્યદય દુઃખતા દુઃખતા કોઈનો દિલાસો ચાહે છે,
વર્ષો જુનાં સંબંધો આજે ખુલાસો ચાહે છે.
અંધારા ખૂણા ઉરના પ્રકાશ ને પામે ક્યાંથી?
ઝળહળતાં દિવડાં ખુદ જ્યાં પ્રકાશો ચાહે છે.
પુષ્પોનું એ જ જીવન ઊગવું અને મુરઝાવું,
ફૂલો કરમાઈ ચુક્યા પછી સુવાસો ચાહે છે.
સુકાઈ રહી છે નદિઓ રણમાં વહી-વહીને,
નજરો વળી ફરી પહેલાની ભિનાશો ચાહે છે.
"ચિત" લાગણી અરમાનોનો નાશ કોઈ પુરતો નથી,
જગ આ હ્યદય પાસેથી ઘણાં વિનાશો ચાહે છે.
"ચિંતન ટેલર"
Subscribe to:
Posts (Atom)