Friday, July 9, 2010
"તમને જ બસ જોયા કરું"
નજરોની સામે રહ્યા કરો તો, આ પલકોને ખોલ્યા કરું,
નહીં તો આંખોને બંધ રાખી, તમને જ બસ જોયા કરું.
તમારા વદનના ઈશારાઓ વિકલ્પ બની ગયાં મુલાકાતનાં,
બીડેલા હોઠોં કહે જે તમારા તે શબ્દોને શોધ્યા કરું.
ચુકવી શકાશે નહીં કોઈ મૂડીથી કિંમત તમારા એક સ્મિતની,
મેળવવાને મોતી તમારા આંસુનું સમંદરને ખળ્યા કરું.
જીવનના હર પાસામાં રહી છે જીત અમારી સાથે-સાથે,
હારો નહી જો હ્યદય તમારું તો જીત પર રોયાં કરું.
ખોવાઈ ચુકેલા મનને અમારા, મળે જો સંગ "ચિત" તમારા મનનો,
પ્રીતની નાનકડી દાબડી માટે જીવનનો ખજાનો ખોયા કરું.
"ચિંતન ટેલર"
"પાણીની અમારે પણ ઘાત છે."
"તેમણે હજુ સુધી આ તરફ જોયું નથી"
જેમને જોયા પછી બીજે કશે જોયું નથી,
તેમણે હજુ સુધી આ તરફ જોયું નથી.
ઊંચી-ઊંચી દિવાલોથી મોટો લાગે ઘુંઘટ તમારો,
જેમના ઢાંકેલા ચહેરાથી જગમાં અજવાળું જોયું નથી.
એક મંઝીલ આંખોમાં રાખી સપના સઘળાં દીધા ઉડાવી,
જેમના રસ્તે નીકળ્યા પછી પાછું વળી જોયું નથી.
હથેળી જોઈ કહે છે કોઈ અમને મળશે મન-ગમતું કોઈ,
લાગે છે એમની હથેળીમાં "ચિત" નું ભાવિ જોયું નથી.
"ચિંતન ટેલર"
"આમ અમે પણ કાંઇ કમ નથી"
"મુસાફીર મંઝીલથી ડરવા લાગે "
ચાંદ જેવો ચહેરો લઈ જો એ જાહેરમાં ફરવા લાગે,
તો જમીનને આસમાન સમજીને સિતારાઓ ખરવા લાગે.
નીકળી બજારમાં પલકો ઉઠાવી નજર જો આમ-તેમ ફેરવી લે એ,
તો નશાથી ડરવાવાળા પણ શરાબમાં તરવા લાગે.
ઝરુખે આવી સજાવો છો ઝુલ્ફો પણ મંદિર છે ગલી નાકે,
છોડી પૂજાને, ઘર નીચે તમારા, પૂજારીઓના ફરવા લાગે.
મંઝીલે નીકળેલા મુસાફીરને "ચિત" સાથ મળી જાય સફરમાં આપનો,
આપના સાથની આદતનો મુસાફીર મંઝીલથી ડરવા લાગે.
"ચિંતન ટેલર"
"અમે એમ માનવા લાગ્યાં"
Subscribe to:
Posts (Atom)