Saturday, July 24, 2010

"પડછાયો હતો"



યાદોથી તમારી વળતી ફેરી હું જેની સાથે અથડાયો હતો,
તે તો અમારો આપની જ સાથે છુટો પડેલો પડછાયો હતો.

"ચિંતન ટેલર"

"સિતારા ગણી શકાશે નહી"



આકાશ સામે શું જોયા કરો સિતારા ગણી શકાશે નહી,
પાટલી પર વેલણ ફેરવી, ચંદ્ર સૂરજ વણી શકાશે નહી.

આંખોને મારી આદત પડી છે, તમારી આંખોએ જોવાની,
આંખે તમે જો ફેરવી લ્યો તો એક અક્ષર ભણી શકાશે નહી.

આમ-તેમ ચારે બાજુ પવન ફુંકાયા કરે છે ઈર્ષાનો જ્યાં,
તે નગરમાં પાયા વગર તો ઈમારત ચણી શકાશે નહી.

દુઃખ છે અમારો પડછાયો "ચિત" સુખ ક્ષિતિજ સમીપે છે,
વર્ષોથી જે સાથે સાથે તે દુઃખને હણી શકાશે નહી.

"ચિંતન ટેલર"