Friday, July 23, 2010

"શું અચરજ!"



જમીન સાથે ઝઘડો કરે વૃક્ષોના મૂળ તો શું અચરજ!
હ્યદય અમારું સમજવામાં કરે એ ભૂલ તો શું અચરજ!

માની લીધું કે સમયની સાથે બધું છૂટી જાય છે,
છૂટ્યાં ન હોય જે વર્ષોથી તે થેઈ જાય દૂર તો શું અચરજ!

પ્રશ્નો અમારી ઈચ્છાઓના ક્યારેય નિવારણ ને પામતા નથી,
સમજાતું હોય જે સોનું તે નીકળે ધૂળ તો શું અચરજ!

વહી રહી છે નદીઓ સંશયની આપણી સમજની વચ્ચે,
કિનારાઓ અલગ કરી દે જો કોઈ પુલ તો શું અચરજ!

નિષ્ફળતાને પચાવવાની મહેનત "ચિત" ઘણી કરી,
આદત રહી છે પથ્થર ની પણ વાગે જો ફૂલ તો શું અચરજ!

"ચિંતન ટેલર"

"નહી થાય અમને પણ અચરજ"



ચાલ ચાલે છે પ્રેમમાં એ જાણે ખેલી રહ્યા હોય સતરંજ,
આવીને ઓળખશે નહી એ તો નહી થાય અમને પણ અચરજ.

"ચિંતન ટેલર"