Tuesday, November 16, 2010

"શહેરમાં પાણી કે પાણીમાં શહેર"



મારા શહેરમાં પાણી હસવાની વાત નથી,
પાણી મારા ઘરમાં હસવાની વાત નથી,
આજવામાં પાણી, વિશ્વામિત્રીમાં પાણી,
ઘરમાં પણ પાણી, અને પાણીમાં ઘર,
પાણી મારી આંખોમાં, પાણી મારી રાતોમાં,
જ્યાં જુઓ ત્યાં, બસ પાણીજ પાણી,
ઊપર પાણી, નીચે પાણી,
ડાબે પાણી, જમણે પાણી,
આગળ પાણી, પાછળ પાણી,
ચારે તરફ બસ પાણીજ પાણી,
મારા હાથમાં પાણી, મારા માથામાં પાણી,
મારા સપનાંમાં પાણી, કંઈ હસવાની વાત નથી,
મારા શહેરમાં પાણી, કંઈ હસવાની વાત નથી,
મારા હ્યદયમાં પાણી, "ચિત" હસવાની વાત નથી,

શહેરમાં પાણી કે પાણીમાં શહેર…

"ચિંતન ટેલર"

Saturday, November 13, 2010

"કોઈને દિલ નથી મળતું, કોઈ દિલથી નથી મળતું"



મૃત્યુંની મંઝીલના મુસાફરને રસ્તા નથી મળતા,
દરિયાની દરેક લહેરોને કિનારા નથી મળતા,
આજાયબી છે આ દુનિયા, અને તેના લોકોની,
કોઈને દિલ નથી મળતું, કોઈ દિલથી નથી મળતું.

"ચિંતન ટેલર"

"બંધ કાચો ટુંટી ગયોને જિંદગી રેલાઈ ગઈ"



આંખોમાં હજારો સાગર લઈને બેઠો છું,
એજ રોજ રસ્તામાંજ મળ્યા કર્યા મને,
તમને ભૂલી જવાનું નક્કી કર્યું જે દિવસે,
બંધ કાચો ટુંટી ગયોને જિંદગી રેલાઈ ગઈ.

"ચિંતન ટેલર"

"મૃત્યુંની સોનેરી સોળમાં જીવાય છે જિંદગી"



જેમ જેમ જીવછું તેમ ખોવાય છે જિંદગી,
પળે પળે ડરતા મરતા જીવાય છે જિંદગી,
ઝાજું ના મળ્યું એ રંજતો રહેશેજ દિલમાં,
મૃત્યુંની સોનેરી સોળમાં જીવાય છે જિંદગી.

"ચિંતન ટેલર"

"જીવનની ઘણી વેળાએ દમ નીકળી જાય છે"



નથી બીક મોતની મને એ તો એક પ્રસંગ છે,
બાકી જીવનની ઘણી વેળાએ દમ નીકળી જાય છે.

"ચિંતન ટેલર"

"અહીયા કઈ ભીતો જેવું ઊગી નીકળ્યું છે"



ચાલ કશે એકાંતમાં ફરવાં જતા રહીએ હવે,
અહીયા કઈ ભીતો જેવું ઊગી નીકળ્યું છે.

"ચિંતન ટેલર"

"ગલીમાં આજે ચાંદ નીકળ્યો"



કોણ ડોકાયું અહી ફરી બારીમાથી,
લાગેછે ગલીમાં આજે ચાંદ નીકળ્યો.

"ચિંતન ટેલર"

Friday, November 12, 2010

"હું ક્યાં છું તારાથી દુર"



કદંબની એક એક ડાળ પરથી આવે છે વાસળીના સુર,
ગાંડી બની ગોપીઓ અને બની છે ઘેનુઓ અધીર,
યમુનાના એક એક લહેરો જાણે સાગરના પુર,
આંખ બંધ કરીને જો મને હું ક્યાં છું તારાથી દુર.

"ચિંતન ટેલર"

"હા મે ઈશ્વર ને જોયા છે"



એક વાર મે આગીયાનો પીછો કર્યો. રાત અંધારી હતી અને રસ્તો તદન ભેકાર હતો,
છતાય મારે તેનો પીછો તો કરવોજ પડે એમ હતું, રૂપની ઘેલી ચાંદનીમાં દરેક
તારાઓ ઝાંખા પડી જતાં લાગ્યા હતા, મારા હર્ષનો કોઈ પાર ન રહ્યો અને હું
આગીયાની પાછળ ચાંદનીને ભેટવાં મટે આગળ વધ્યો. જેવો હું ચાંદનીને અડકવા
માટે હાથ લંબાવ્યો કે ત્યાંજ દિવસ ઊગી નીકળ્યો, આગીયાં ગાયબ થઈ ગયાં અને
પતંગીયા બની ગયા એવું મને લાગ્યું.

હવે મે પતંગીયાનો પીછો કર્યો તે મને ઘણી બધી જગ્યાએ લઈ ગયું, ઝરણા, નદી,
પર્વત વગેરે પસાર કરીને તે મને લીલાંછમ વનમાં લઈ આવ્યું, ઉછળી રહેલી
કુદરતનાં યોવનને જોઈ મારા હ્યદયમાં સુતેલાં શબ્દો કવિતા બની ગયાં,
પક્ષીઓના કંઠમાં એ ગીતો પહોચ્યા અને ઝરણાઓએ તાલ આપવાનો શરૂ કર્યો, નદીતો
જાણે નાચવાજ લાગી, ફૂલછોડ ડોલવાં લગ્યાં, વૃક્ષોએ તાલીઓ પડીને અભિવાદન
કર્યુ, મારુ મન પ્રફૂલ્લીત થઈ ગયું, ધીમે ધીમે મને મારી મંઝીલ નજીક આવતી
લાગી, મને હવે મારો ફેરો સફળ થતો હોય તેવું લાગ્યું, હવે તો સામેથી એક
સરખી દિશામાંથી ઘણાં પતંગીયા વારાફરતી આવતા દેખાયા, હું હવે થોડોક વધું
આગળ વધ્યો. જ્યાથી તે બધા આવતા હતાં એ દિસામાથી મને કસ્તુરીની તાજી તાજી
સુગંધ આવતી હોય તેવુ લાગ્યું, હવે હું થોડોક વધારે આગળ ગયો, મને કોઈ અલભ્ય
વાતાવરણનો અનુભવ થવાં લાગ્યો, આગળ જોયું તો એક ઉચાં પર્વતની કોતરમાથી મને
રસ્તો નજરમાં આવ્યો, અને તેની અંદરથી એક પ્રકાશપુંજ આંખને આંજી દેતો મારી
આર-પાર નીકળી જતો દેખાયો.

આજે તો મારે તને જોવોજ છે, આખી દુનિયાના રચયિતાને મળવાની મારી મુરાદ આજે
કેટકેટલા વરસે પુરી થવાની હતી, મારી ઉત્તેજના વધી રહી હતી, મારૂ હૈયું હવે
મારા મુખમાં આવી ગયુ હતુ, તે કેવો દેખાતો હશે, તેને કેટલા હાથ હશે, તેની
કેટલી આંખો હશે, તે કેવી રીતે દરેકનું ધ્યાન રાખતો હશે, કઈ કેટલાંય
પ્રશ્નો મરી ભીતરમા આવીને ચાલ્યા ગયા. હવે તને મળવાની પળ બેજ ડગલાં દુર
હતી, જેવો હુ કોતરમાં પગ મુકીશ કે મને તારા દુર્લભ દર્શન થવાના હતા, હું
હવે થોડોક શ્વાસ ખાવા માટે રોકાઈ ગયો, શું કરૂ શું ના કરૂની અવધવમા હતો કે
મારો જમણો પગ આપોઆપ ઉથી ગયો અને જેવો મે એ કોતરમાં પગ મુક્યો કે મને ખરેખર
તારા રૂપના દર્શન થયાં.....

હા મે સાક્ષાત તનેજ જોયો, હું તો માત્ર વિચારમાંજ પડી ગયો, તું ખરેખર આવો
દેખાય છે.

હા મને આશ્ચર્ય થયું કે મે તનેજ જોયો???
મને તો તું કોઈ દેવ જેવો ના લાગ્યો!!!
તું તો મને મારા જેવોજ લાગ્યો.

"મનુષ્ય"

મારે જેને જોવો હતો એ તું જ હતો,
શું એ તું જ હતો???

"હા મે, મે ઈશ્વર ને જોયા છે"

એ મારા જેવાજ દેખાય છે.....

"ચિંતન ટેલર"

"વ્હાલી બહેનને ખુબ ખુબ પ્રેમથી"



પરદેશ્માં જ્યારે બહેનને પરણાવી ત્યારે કેટલો ખુશ હતો, અમારા સમાજમાં એવુ ભાગ્યેજ બનતુ કે કોઈને પરદેશનો છોકરો મલતો, મમ્મી પપ્પા અને મોટા ભાઈ ખુબજ ખુશ હતા હોય કેમ નહી આખરે ૨૩ વર્ષે બહેનના લગ્નનું નક્કી થઈ ગયુ હતુ, મને તો એ વખતે કઈ બહુ ખબર ન હોતી પડતી, મરે મન લગ્ન એટલે ખાવુ, પીવુ અને મજા કરવી, સગા સંબધી ઓ આવે અને ભેગા મલે એટલુ જ, એટલે બધાને ખુશ જોઈને આપણે પણ ખુશ થઈ ગયા.

મને એ વાતની વધારે ખુશી હતી કે મારી બહેન ખુશ હતી, બાકી અમારા સમાજમાં છોકરીઓની સંખ્યા ખુબજ વધરે છે અને છોકરા એકતો ઓછા અને ઉપરથી ભણેલા ગણેલા ના હોય. મને ગુજરતી મા વાંચન કરતા બહેને શીખવાડેલુ મને યાદ છે, અને લેખન પણ હું તેનીજ પ્રેરણાથી શીખેલો, અમે કેટલીય રાતો એક સાથે ગુજરાતી ગીતોની લાઈનો વાગોળતાં કાઢી હતી, મને યાદ છે કે જ્યારે અમે અંતાક્ષરી રમતા ત્યારે અમને હીન્દી જુના ગીતો ન જાણે કે ક્યાં ક્યાંથી શોધીને ગાતા હતા.

લગ્ન મંગળવારે નક્કી થયા અને શનીવારે લગ્નની તારીખ પણ આવી ગયી, માત્ર ૫ દિવસ અમારી પાસે હતા લગ્નની તૈયારી કરવા માટે, અમે અમારી બનતી બધી કોશીષ કરી લગ્નને ધામધુમથી ઉજવવાની અને એમા અમે સફળ પણ થયા હતા, લગ્નમાં જ્યારે કન્યાદાનની વીધી ચાલુ થવાની હતી એ પહેલા હુ તેના રૂમમાં કે જ્યાં તે તૈયા થતી હતી ત્યા પહોચ્યો, એ તૈયારીમા વ્યસ્ત હતી, મને જોઈને બોલાવેલો કે નહી મને યાદ નથી આવતુ, મારી આંખોમાં તો તે વખતે પાણી હતા, તે વખતે તો મને ખબરજ ના પડી કે આવું કેમ બન્યું?

હું ત્યાથી નીકળીને બીજા રૂમમા જતો રહ્યો હતો એટલુજ યાદ આવે છે, હું ત્યા લગભગ ૧ કલાક જેટલુ એકલો રડતો રહ્યો હતો, મને યાદ છે તેની વિદાય પછી પણ હું એમને એમ કેટલાય કલાકો શુધી રડતો રહ્યો હતો, બીજા દિવસ જ્યારે આણા વાળવાં માટે એ આવી ત્યારે મારી પાસે આવીને મને પૂછ્યુ કે તું કાલે વિદાયના સમયે ક્યા હતો, હજુ હું કઈ બોલુ તેના પહેલાજ મમ્મીએ બહેનને કીધુ કે તારી વિદાયને કારણેજ હું તેના વિદાયના પ્રસંગમા હાજર રહ્યો ન હતો, મને મારા મમ્મી વાત વાતમા લગ્ન પહેલાના દિવસે કહ્યું હતુ કે બહેન હવે આપણાથી દુર જતી રહેશે અને કદાચ આપણે તેને વર્ષે એક વાર પણ નહી મળી શકીશુ એવુ પણ બને.

આજે એ પ્રસંગ યાદ આવે છે તો ખરેખર હસી પડાય છે, આજે મારી બહેન અમેરીકામાં છે અને તે ખુશ પણ છે. મમ્મીના કહેવાની વિરૂધ્ધ તે વર્ષે એકવાર અચુક અમને મલ્વા માટે આવે પણ છે, અમે એવીજ રીતે જુના દિવશો યાદ પણ કરીયે છીએ.

ઇન્ટરનેટના આજના યુગમાં તો હવે હું મારી બહેનને રોજ વેબકેમેરા પર જોઊ છું, ફોન પર વાતો કરૂ છું અને અમે રોજ ઇન્ટરનેટ ઉપર ચેટ પણ કરીએ છીએ, દુનીયા હવે ખરેખર નાની બની ગઈ હોય તેવુ લાગે છે.

પણ આજે સવારથીજ મારી અંદર જાણે કોઈ રડી રહ્યું છે તેવુ મને લાગ્યા કરે છે, છેલ્લા ૫ વર્ષની રાખડી મે હજુ પણ સાચવીને રાખી છે, બહેન જ્યારે છેલ્લા ગયા વર્ષે આવી હતી ત્યારે મમ્મીને મારા અને ભાઈ માટે રાખડી આપીને ગયી હતી અને મમ્મીએ એ રાખડી મને બાંધી પણ છે, પણ છતા કાઈ અંદરને અંદર મને કોતરી રહ્યું છે.

હમણા મારી બહેન મારી સામે આવીને ઉભી રહે તો???

એ વિચાર માત્ર મારા ચહેરાને મહેકાવી નાખે છે. પણ મને ખબર છે કે શક્ય નથી, એ આજે તો મને રાખડી બાંધવા માટે નહીજ આવી શકે.

આજની આ આધુનીક દુનિયામા જેમ આપણે દુર કોઈ દેશની વ્યક્તિને જેમ જોઈને વાત કરી શકીયે છીએ તેમ તેવીજ રીતે રાખડી બાંધી શકાતી હોત તો???

ના એવુંતો કદાચ શક્ય નહીજ બને અને મારી જેમ હજારો ભઈ આવીજ રીતે પોતાની ભાભી કે મમ્મી જોડે રાખડી બંધાવીને પોતાના હૈયાને મનાવી લેતા હશે.

વ્હાલી બહેનને,
ખુબ ખુબ પ્રેમથી!


મારી કવિતાની દુનિયા પર સૌથી મોટો પ્રભાવ મારા મોટીબહેનનો. એમને ગમતા ગીતો અને સંગીત મને ગમે જ. કોઇવાર તરત જ… કોઇવાર મહિનાઓ કે વર્ષો પછી..

મોટેભાગે એવું થાય છે કે આ ગીત સાંભળું, અને બહેનને બહુ યાદ કરું. આજે બહેન બહુ યાદ આવે છે, એટલે વારંવાર આ ગીત સાંભળું છું.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.

"ચિંતન ટેલર"

"કિનારે પહોચીને તો મોજાને ઊછળવું પડશે"



ક્યાંક આવી ને તમારે પણ મને મળવું પડશે,
દૂર તો દૂર ભલે પણ ગગનને ઢળવું પડશે.

બને તેમ પણ કે તરસથી તમે દોડ્યા કરો "ચિત",
ઝાંઝવું જોઈ તમારે પણ પાછા વળવું પડશે.

અમારા અંધકારને હટાવી દીધો અમે દીવો કરી,
તમારા માટે તમારા હ્યદયને બળવું પડશે.

દરિયો દાબશો તો ક્યાં સુધી તમે લાગણીઓના ભાવ?
કિનારે પહોચીને તો મોજાને ઊછળવું પડશે.

"ચિંતન ટેલર"

"વ્યાખ્યા બેવફાઈની શરમાઈ ગઈ"



પ્રથમ નજરે જ ચહેરો વાંચી લેવાનો આદત અમારી,
અનુભવ તમારા થયા અને ધીરે ધીરે બદલાઈ ગઈ.

તરસ્યા જ રહ્યા અમારા અનેક સ્મિતને તમારા એક માટે વેરીને,
જ્યારે તમારા એક સ્મિતની અસર પણ અનેકમાં વેહચાઈ ગઈ.

જેઓને અમે કહેતા હતા કે ભૂલી જઈશું તમને આજકાલ માં,
મારગમાં આજે એ મળ્યાં તો આંખો ફરીથી છલકાઈ ગઈ.

અમારી હાલત પર અમે તો ક્યારેય રડી પણ ના શક્યાં "ચિત",
હાલત તમારી જોઈ ને વ્યાખ્યા બેવફાઈની શરમાઈ ગઈ.

"ચિંતન ટેલર"

"હ્યદય ને પીગળવા દો"



સપનાઓ પંખી બનીને ઉડવા દો,
પ્રણય પણ આવશે નશીબ ને બદલવા દો.

કોઈનું સ્મિત ફરીથી કરી ગયું છે અસર,
કોઈનું સ્મિતને જીગર સુધી પહોંચવા દો.

શબ્દો મારા બહેકવાના હજુતો બાકી છે,
નજરના જામ ને હોઠો સુધી છલકવા દો.

ખોલીને પલકો જરા વાતો કરીલો આંખોથી,
ક્યારેક શબ્દોને કંઠે આવીને અટકવા દો.

કઠોરતા ના યુગમાં મળે પ્રીત પણ થીજેલું મીણ,
ઈંતઝાર કરો થોડો સમય "ચિત" હ્યદય ને પીગળવા દો.

"ચિંતન ટેલર"

"મળે એક આંસુ પ્રિયજનનું અમારી કબરને"



હાથમાં આપી દઈ હાથ કહી દો સફરને,
કે લઈ જાય અમને પણ એવા નગરને,
જોવા મળે આંખોમાં સહુંની લાગણીઓનાં દરિયાને,
અને અવગણના ક્યારેય મળે નહીં અમારી નજરને,

થતા રહે મુજ જીવન ગણિતમાં સ્નેહીઓનાં સરવળાં,
ને ભેગા મળી વહેંચી લઈશું દુશ્મનોની ડગર ને,

મળી જાય નહી કેમ મક્કમતા અમને એવા નગરમાં,
પડકાર ફેંકે જ્યાં પાંદડું પણ કોઈ પાનખરને,

મરણ મળે ભલે મળે "ચિત" તરસથી ભટકી ભટકી,
પણ મળે એક આંસુ પ્રિયજનનું અમારી કબરને.

"ચિંતન ટેલર"

Thursday, November 11, 2010

"તારો ચહેરો જ નજર આવે છે"



કહયું હતું ને મેં તને,
કે વાદળ બનીને વરસ નહીં?
હવે હું 'ડ્રાઈવ' કઈ રીતે કરું?
કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં પણ,
તારો ચહેરો જ નજર આવે છે!!!

"ચિંતન ટેલર"