Sunday, July 25, 2010

"અમને દૂર રહેવુ નહી કલ્પે"



અમે પાણીના ખાવોચિયાં અમને સાગર થવું નહી કલ્પે,
સ્થિરતાની શૂન્યતા માંહી વિશાળતા નહી કલ્પે.

સ્પર્ધા ચમકવાની ચાલે તો, તારો મારો ઝાંખો પડે,
અમે તારાનાં અજવાળાં, અમને ચંદ્ર થવું નહી કલ્પે,
ઊછીની રોશની લઈને ચમકી જવું નહી કલ્પે.

પુછી જો જો એ મૃગલાને કે શું સ્વાદ મૃગજળનો છે,
અમે ઝાંઝવાના દિવાના અમને ઊંડા તળાવો નહી કલ્પે,
સપનાં ઓ સાથે ડૂબી જવાય જ્યાં તેવાં ઊડાણો નહી કલ્પે.

એ તમારી બક્ષેલી ક્ષુધા છે માંગે છે ઝેરનો પ્યાલો,
અમે ઝેર પીવાને વરસ્યા, અમને અમૃત પીવું નહી કલ્પે,
પળે-પળે મરણ હોય જ્યાં, ત્યાં અમર થવું નહી કલ્પે.

રાખી શકાય તો રખજો "ચિત" અમને હરદમ તમારી સાથે,
અમે પાપણ બનીને રહીશું, અમને ઝૂલ્ફો થવું નહી કલ્પે,
નજરોની સામે જ રહ્યાં તો કરીશું અમને દૂર રહેવુ નહી કલ્પે.

"ચિંતન ટેલર"

"સ્થિરતા અને મિઠાશના ભોગે એ સાગર ના થઈ ગયા"



નદી બનીને વહી ગયા એ, ને અમે ખાબોચિયા માં જ રહી ગયા,
સ્થિરતા અને મિઠાશના ભોગે એ સાગર ના થઈ ગયા.

"ચિંતન ટેલર"

"મન એમનું ચિત્ર દોરે તો દોરે"



સ્મૃતી ભીંત પર મન એમનું ચિત્ર દોરે તો દોરે,
શહેરની ગલીઓમાં આ નજર એ અસ્તિત્વ ખોળે તો ખોળે.

જીવન બનાવી ગાડીના પાટાં સાથે-સાથે પણ મળવું નથી,
મળે મોજા કિનારા ને જેમ તેમ મળવાની તક મળેતો મળે.

નિંદર અજાણી થઈ સર્જે છે સપનાં ઓ ને શૂન્યાવકાશ,
ખુલ્લી-ખુલ્લી આંખો હવે એમનું સ્મરણ કરે તો કરે.

તારી મૈત્રીની કિંમત ચુકવી છે ઘણી આ જીવતરે,
છતાં નજરો નો એ સામનો કરતાં, આ નજર ડરે તો ડરે.

ખૂટતાં જાય છે દહાડાં આ પણ "ચિત" અશ્રુ તો ખૂટતાં નથી,
અશ્રુ ભરેલી આ કાયા ચિતામાં જઈ બળે તો બળે.

"ચિંતન ટેલર"

"નજરથી જો એકવાર ડરી જવાય"



વળી ફરી આ જગમાં સુખી થઈ જવાય,
તમને વીસરવામાં જો સફળ થઈ જવાય,
ઊંડા સરોવરોને સો વાર તરી જવાય,
મીઠી-મીઠી નજરથી જો એકવાર ડરી જવાય.

"ચિંતન ટેલર"

"પવન જાણે એમની ગલીઓમાં ફરીને આયો છે"



એક છું હું બીજો મારો પડછાયો છે,
દરિયો આખો બે જ આંખોમાં સમાયો છે.

બંધ કરી દીધો છે એમણે સૂરજ મારો પલકોમાં,
દૂર ક્ષિતિજ સુધી અંધકાર ફેલાયો છે.

અટકે નહી નદી, પવન અને સમયના વહેણ,
વિચાર મારો એજ પળોમાં અટવાયો છે.

સામનો થયો નથી એક સમયથી સુખનો ક્ષણિક,
લાગે કે અહીંજ તડકો બીજે તો બધે છાયો છે.

સ્વાસની સાથે સાથે આવે છે યાદો એમની,
પવન જાણે એમની ગલીઓમાં ફરીને આયો છે.

રડી ચુક્યો હોત એ તમારી અગાસી પર પહોંચી,
હજુ વાદળ મારા પ્રેમ "ચિત" થી અજાણ્યો છે.

"ચિંતન ટેલર"