Monday, July 26, 2010

"એ દર્પણ સહુ ફુટી ગયાં"



કિલ્લાના બંધ દરવાજા એક આગમનથી તૂટી ગયાં,
ધીમે પગલે, છાનાં-માનાં આવી એ સઘળું લુટી ગયાં.

હાથનો ક્યાંય સ્પર્શ નથીને પગલાં પણ ક્યાંય મળતાં નથી,
આંખો થી ચલાવી છે લૂંટ અને ફરિયાદના શબ્દો ખૂટી ગયાં.

ઢીલો પડ્યો અમારો પહેરો યાદ પણ નથી એમનો ચહેરો,
જે દર્પણ માં છબી હતી એમની એ દર્પણ સહુ ફુટી ગયાં,

દશે દિશાઓ સાથે હતું જ વેર તેમાં મેળવ્યું એમણે ઝેર,
ભીનાં-ભીનાં, લોહી વહેતાં જખ્મોને ફરીથી ઘુંટી ગયાં.

લુંટાઈ ચુક્યું છે જે કાંઈ પણ "ચિત" ભાવ તેનો પુછશો નહી,
ભલે લાગણીઓ લુંટાઈ ગઈ પણ શબ્દો અમેતો જીતી ગયાં.

"ચિંતન ટેલર"

"બંનેવ પરિસ્થિતિમાં હું તો અંધ જ રહ્યો"



તમારામાં આવેલ પરિવર્તન વીષે હજુ પણ ક્યારેક વિચારુ છું તો.....
પહેલાં તો તમે એ પ્રકાશ હતાં જેની સામે મારી નજર જ ન ખુલી શકી,અને પછી.....
તમે એ અંધકાર થઈ ગયા જેમાં હું ખુલ્લી નજરોએઅ પણ કશું જ ન શોધી શક્યો,
બંનેવ પરિસ્થિતિમાં હું તો અંધ જ રહ્યો.

"ચિંતન ટેલર"