Sunday, July 4, 2010

"હું શું કરું?"



તેઓ કહે છે મને કે,
હું તેમને ભૂલી જઊ,
પણ યાદ તે આવતાજ નથી,
હું શું કરું?

તેઓ કહે છે મને કે,
હું તેમને સપનામાં આવું છું,
પણ આંખ બંધ થતી નથી,
હું શું કરું?

તેઓ કહે છે મને કે,
દુરી થી પ્રેમ વધે છે,
પણ નફરત વધતી જાય છે,
હું શું કરું?

તેઓ કહે છે મને કે,
પ્રેમ તો રેશમની દોરી છે,
પણ જલ્દી ટુંટી જાય એમા,
હું શું કરું?

તેઓ પ્રેમ કરે છે મને,
મને એની ખબર પણ છે,
પણ મારો સમય ખરાબ હોય "ચિત",
એમા હું શું કરું?

"ચિંતન ટેલર"

"સમય સરી સરી જાય છે"



પળ કેમ પળ બે પળમાં વહી જાય છે,
પકડો તોય કેમ સરી સરી જાય છે,
કોઈ વ્યક્તિ ક્યારે દોષી નથી હોતો,
બધોજ દોષ સમય પરજ કેમ ઠલવાય છે,
આ બધી તો સમય સમય ની વતો છે બાકી,
કાલે આપણે સમયથી પણ,
આજે સમય આપણાથી કેમ ચાલે છે,
મને લાગે છે કે સમયનો પણ સમય ખરાબ ચાલે છે,
છતા પણ તે બધો દોષ મણસ પર થોડો નાખે છે,
તે એકજ તો પોતાનું કામ નિરંતર કર્યે જાય છે,
બાકી આંખો બંધ કરવાથી સમય થોડો રોકાઈ જાય છે,
કોઈ ના જતા રહેવાથી તો સમય રોકાતો નથી જ "ચિત",
પણ ખરાબ કે સારો સમયને સમય પોતે બનાવતો નથી જ.

"ચિંતન ટેલર"

"કાં વરસો કાં વિખેરાઈ જાઓ"



વાદળ બનીના તરસાવો, કાં વરસો કાં વિખેરાઈ જાઓ,
હર ક્ષણ નજરની સામે રહો, કાં તો પછી વિસરઈ જાઓ.

સાગરની સુંવળી રેતીમાં દોરુ જો ચિત્ર તમારું,
તો ચિત્રમાં પ્રત્યક્ષ થાઓ, કાં તો મોજા થી ભુંસાઈ જાઓ.

ખીલ્યા છો પુષ્પ થઈને જો અમારા જીવન રણમાં,
ખુશ્બુથી ભરી દો સ્વાસો ને, કાં તો પછી કરમાઈ જાઓ.

બંધન બાંધ્યા છે નજરોના તો સંબંધ સાધીને શબ્દોના "ચિત",
સમજી લો અમારી વફાઓને, કાં બે-વફાઓમાં જોડઈ જાઓ.

"ચિંતન ટેલર"

"તને વરસાદ ભિંજવે"



આકળ વિકળ કાળ ઝાળ આ રાત ભિંજવે,
મને ભિંજવે તું તને વરસાદ ભિંજવે.