Saturday, April 16, 2011
"શું આ શહેરમાં એક પણ વૃક્ષ નથી?"
દોસ્તો હવેતો જીવ ઊપર બની આવી છે,
આતો મોટાં શહેરોની તનહાઈ છે,
માંથું અને હાથતો એ ઊગાળીજ લેશે,
જેણે ભરપુર જીવવાની કશમો ખાધી હશે.
આ સિમેન્ટ, કોંક્રીટના જંગલમાં
અમે કદાચ ખોવાઈ ગયાં,
કોઈ રસ્તો આગળ નિકળતોજ નથી
અમે આમતેમ ભટકતા રહ્યાં,
ચાલતા ચાલતા પગની જેમ
આ શહેરમાં ચહેરા પણ ઘસાવા લાગ્યાં,
દરેક ચહેરાની નીચેથી જાણે
અનેક બીજા ચહેરા નીકળી આવ્યાં,
વાસી સપનાની રોટલીઓ
કોઈ ક્યાં શુધી પચાવશે?
તાજા સપનાં ક્યાંથી લાવું
તુંજ કહે કયા બજારમાં જાઉં?
રાત પછી પણ રાત ઊભી છે
દિવસનું કોઈ ઠેકાણું નથી,
શું ખબરકે રાતજ આવે
"ચિત" ફરી એક રાત પછી?
એવું લાગેછે કે હવે
નીંદરનાં વૃક્ષ ઉપર
સપનાનું કોઈ ફૂલ નથી!!!!!
"શું આ શહેરમાં એક પણ વૃક્ષ નથી?"
"ચિંતન ટેલર"
"બા અદબ, બા મુલાહિજા, હોશિયાર"
ચમનમાં જઈને બધી કળીઓને કહો કે, હવે ખીલી ઉઠે.....
બા અદબ, બા મુલાહિજા, હોશિયાર, ઋતુ "વસંત" આવે છે.
લીલી ધરા છે ને લીલુ ગગન,
ફૂલોનાય છે વડી રંગબેરંગી અંગ,
પતંગિયું બની ઉડે છે આ મન,
હાથોમાં હાથ અને પ્રીતમનો સંગ,
બા અદબ, બા મુલાહિજા, હોશિયાર,
ઋતુ "વસંત" આવે છે.
ઝાંકળની બુંદો ને કહો કે, પાંદળે પાંદળે રંગોળી કરે.....
બા અદબ, બા મુલાહિજા, હોશિયાર, ઋતુ "વસંત" આવે છે.
ભીની આં ચુંદળીને ભીનું આ દીલ,
ભીની માટીની એમાં સોભે સોળમ,
કોરપની વેદનાં થઈ ગઈ છે દુર,
ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ,
બા અદબ, બા મુલાહિજા, હોશિયાર,
ઋતુ "વસંત" આવે છે.
"ચિત" ચગડોળે ચઢી ગયું છે, હવે તો વિરહ પણ બહુંજ ગમે છે.....
બા અદબ, બા મુલાહિજા, હોશિયાર, ઋતુ "વસંત" આવે છે.
"ચિંતન ટેલર"
"પંખી ઉડ્યું ને આવી આજે પાંખો પીંજરાનેય"
"ના તેના માટે તો "ચિત" ઈશ્વર થવું પડે"
મને કેટલાક દિવસથી લાગે છે
કે કોઈ મને કઈક કહેવા આતુર છે,
કદંબના વૃક્ષ ઉપર બેઠેલો
મોર મને કઈક કહેશે,
હા, પરંતુ મારે મોર થવું પડશે...
ગુલાબની પાંખડી પરનું
પતંગીયું મને કઈક કહેશે,
હા, પરંતુ મારે પતંગીયું થવું પડશે...
વાદળ પાછળ રહેલી
વીજળી મને કઈક કહેશે,
હા, પરંતુ મારે વીજળી થવું પડશે...
ઝરણાંમાં અવીચળ વહેતું
નીર મને કઈક કહેશે,
હા, પરંતુ મારે નીર થવું પડશે...
પાંદડા પરનું સવારનું
ઝાકળ મને કઈક કહેશે,
હા, પરંતુ મારે ઝાકળ થવું પડશે...
આ દરેકને સમજવા માટે મરે તેમના જેવું
થવું પડશે પણ માનવીને સમજવા મારે
માત્ર અને માત્ર માનવ બનવુંજ પુરતુ છે?
"ના તેના માટે તો "ચિત" ઈશ્વર થવું પડે"
"ચિંતન ટેલર"
"સૌદર્યથી માલામાલ કરી છે..."
તમને શું કહું કુદરતે
કેવી કમાલ કરી છે,
હવામાં તરે છે ચાંદ ને
આકાશમાં વીજળી ધમાલ
સુરજના કિરણો સોનેરી,
અને સંધ્યા લાલમ લાલ કરી છે...
જુદી જુદી રંગ ભાતના
પતંગીયા કર્યા છે,
જુદા જુદા સુગંધના
ફૂલો પુર બાહાર કર્યા છે...
અંધકાર દુર કરવા આગીયા,
શ્વાશ ફેલાવવા પવન,
વરસાદનાં એક સરખા બીંદું
નાની મોટી અવનવી ભાત કરી છે...
આ કર્યું છે, તે કર્યું છે,
અહી કર્યું છે, ત્યા કર્યું છે,
તમને શું કહું "ચિત" કુદરતને
સૌદર્યથી માલામાલ કરી છે...
"ચિંતન ટેલર"
"તેની જીવન રેખા ખુબજ ટુકી હતી....."
એક સવારમાં બારીની ફાટમાંથી,
ઊડીને આવ્યું એક પાંડળું,
પાંડળું ઊડતું ઊડતું આખા ઘરમાં ફર્યું,
ફરતાં ફરતાં વચ્ચે તે મને મળ્યું,
મે તેને હાથમાં લીધું અને ધ્યાનથી જોયું,
ત્યાં વડી મને છોડાવીને તે ફરી ઊડયું,
મે તેને ઊડવાજ દિધું નહી,
તેને ડાબીને પકડ્યું અને તે ચુરો થઈ ગયું,
હાથમાં માત્ર તેની વચ્ચેની રેખા રહી,
અને મે જોયુ.....
"ચિત" તેની જીવન રેખા ખુબજ ટુકી હતી.....
"ચિંતન ટેલર"
"કુદરત શીખવાડી જાય છે"
એક વૃક્ષ બળી જાય છે,
પણ અવાજ કેમ ત્યાથી
કોયલનો સંભળાય છે?
કરોળીયાના જાળા, ચકલીના માળા,
પારધીના તીર, ચીથરાને ભાલા,
ફાટેલો પતંગ, ખીસકોલીનાં બચ્ચાં,
માતાની ચુંડળી, સવિત્રીનાં દોરા,
કંકુના ચાંદલા, હીચકાના દોરડા,
પ્રેમીઓના નામ, ચકલીનાં ઈંડા,
ભડકે બળે છે અહી મોરનાં પીંછા,
ગોવાળની વાંસળી, ગોપીના ચાંદલા,
થડની ડાળખી અને, ડાળખીનાં પાંદળાં,
લીલી વાળીયું થશે વેરાન એક રાતમાં,
ડોળો કોઈ બચાવો તેને,
અડધી જુવાની બાકી છે છતા
અકાળે કેમ ગુંગળાય છે?
લાગણીનાં એવા કેવા તાણા વાણા,
વૃક્ષની સાથે પોતે પણ
કેમ બળી મરી જાય છે?
કેટલી વસંતો, કેટલાં વર્ષો,
કેટલી વધી મમતાંની ગાંઠો,
કુદરત શીખવાડી જાય છે અને,
"ચિત" માનવીતો માત્ર દુભાવે છે...
"ચિંતન ટેલર"
"સપનાને હોય નહી માઝા"
"વસંત ઋતુ કઈ નજીકમા જ છે..."
પતઝરની કોઈ મોસમ હોય?
અરે એ તો રોજ બરોજ
જોવા મળતી હોય છે,
તેની કોઈ જુદી મોસમ ન હોય,
જ્યારે પણ બે દીલો વચ્ચે
કળવાસ જોવા મળે ત્યારે
સમજી લેવાનુકે પાનખરની
ઋતુ ચાલી રહે છે,
તેવીજ રીતે હેમંત ઋતુમાં
બન્ને હૈયા એક બીજાથી
અલકમલકની વાતો કરતા
જોવા મળે છે,
શીશીર ઋતુનું તો વર્ણન શું કરાય?
પણ જ્યારે બે હૈયા એકબીજાની
હુફથી એક બીજાને તાઢક આપતો
હોય ત્યારેજ શીશીર ઋતુ,
અને જ્યારે બે જુવાન હૈયા
એક મેકને પોતાને કહેવાની વાત
મનમા સમજે અને જ્યારે
એક મીનીટનો પણ વિરહ અસહ્ય
લાગે ત્યારે આંખ મીંચીને માનવુંકે "ચિત"
વસંત ઋતુ કઈ નજીકમા જ છે...
"ચિંતન ટેલર"
Subscribe to:
Posts (Atom)