Thursday, July 15, 2010
"સરકી જાય જો સાથી સહુ સંકટના સમયે"
ટચલી આંગળીના નખ વડે ભીની-ભીની રેતીમાં ચહેરો કોતરીને જો-જો,
મારા એ ચહેરાની આંખોમાં આંસુ જોવા મળશે,
પછી હાથની કોમળ-કોમળ હથેળીમાં થોડાં આંસુના ટીપાં ગોઠવીને જો-જો,
હર એક આંસુમાં ચહેરો તમારો જોવા મળશે.
આવે કદમો તળે જો પીપળનું પાંદડું,
સુકાયેલું, કરમાયેલું, રગ-રગ વતાવતું તે પાંદડું ઉઠાવી ને જો-જો,
જાળી-જાળી પાંદડામાં હ્યદય મારું જોવા મળશે.
પીછો નહી છોડે ક્યારેય દર્દના અવાજો,
વહેતી નદી, લહેરાતો પવન અને પંખીના કલરવને સાંભળીને જો-જો,
પ્રત્યેક અવાજોમાં છુપાયેલું ગીત મારું જોવા મળશે.
સરકી જાય જો સાથી સહુ સંકટના સમયે,
દુઃખતા દુઃખતા દિવસો અને રડતી રાતોમાં એકવાર "ચિત" થી પુકારીને જો-જો,
હાથ મારો તેજ ક્ષણે તમારા હાથોમાં જોવા મળશે.
"ચિંતન ટેલર"
"સ્થાપત્ય કલાનો દેશ છે"
"યાદોથી અમારી ક્યાં સુધી છટક્યા કરશો આમ જ તમે"
ઉંબરે આવી ને ક્યાં સુધી અટક્યા કરશો આમ જ તમે,
યાદોથી અમારી ક્યાં સુધી છટક્યા કરશો આમ જ તમે.
ફરો છો કહેતા કે છોડી દીધી છે તમે પણ ગલીઓને અમારી,
તો સપનામાં આવી ક્યાં સુધી ભટક્યા કરશો આમ જ તમે.
ખંડેર ઘરના કોઈ ખૂણાનું માનું છું હું એક અંધારું છું,
તપતી સડક પર જઈ ક્યાં સુધી પ્રગટ્યા કરશો આમ જ તમે.
મને પણ છુપાવ્યો હતો ક્યારેક હજું પણ તે યાદ કરીને,
ઝુલ્ફોને તમારી ક્યાં સુધી જટક્યા કરશો આમ જ તમે.
જે હ્યદયની તિરાડોમાં "ચિત" હજુ પણ જગ્યા છે તમારી,
શીખર પર્વતથી ક્યાં સુધી પટક્યા કરશો આમ જ તમે.
"ચિંતન ટેલર"
"તે ઘડી ભુલી શકાતી નથી"
Subscribe to:
Posts (Atom)