Tuesday, April 17, 2012

"ગુજરાતી જેવી તું"



આ કાળજાળતી ગરમીમાં,
ગુજરાતી જેવી તું,
દુહા, છંદ, આખ્યાન,
મુક્તક, હાઈકુ માં તું...

ભાષા આખી માં તુજ જેવી,
સ્વર, વ્યંજન માં તું,
ગુજરાતી જો ક્યાંક સાંભળું તો,
સાંભરી આવતી તું...

ભાષાઓનો દેશ છે આપણો,
મન ફાવે તેમ બોલાતું,
પણ મુજને પંખીનું કલરવ,
ગુજરાતીમાં જ સમજાતું...

તું દેશમાં હું પરદેશી,
કેવી છે માં તું?
બાબલો આપણો અંગ્રેજીમાં શીખે,
DAD, HOW DO YOU DO?

આમ તો બચ્ચું મારૂ જયશ્રીકૃષ્ણ,
JSK માંજ બોલતું,
તારા બાલ ગોપલ ના નામને,
ટુકડે ટુકડે ગણગણતું...

મને જીવતેજીવત DAD કહે,
ને એની માંને MOM,
BRO, SIS, DEAR, NEAR માં,
ક્યારનીય ભુલાઈ ગઈ તું...

પરદેશમાં શું દાટ્યુ છે એવું,
સાચું તે કહેલું,
તારા જ ચરણોમાં જન્નત છે માં,
ગુજરાતીમાં કોઈકે લખેલું...

અમારી પાડોશી બહેનની ભાષામાં કહું તો...

ગુજરાતી માં સમજાવું છું હું,
સમજણ મે હે કુછ આતા?
બાપ ભલેને મરજો કોઈનો,
મરજોના કોઈની માતા...

જય ગુજરાતી

"ચિત" "ચિંતન ટેલર"

No comments:

Post a Comment