Monday, July 19, 2010
"પ્રિત ક્યારેય કરશે નહી"
એ આંખો છે મૃગજળનો દરિયો,
તરસ તારી છીપસે નહી,
કરશે તો એ માયા જ કરશે,
પ્રિત ક્યારેય કરશે નહી.
વાદળ તો છે જળથી ભરેલા,
પણ ખેતર ઉપર વરસે નહી,
અર્થની પાછળ મરવાંવાળા,
આ મન પર તો મરશે નહી.
ખુલ્લી આંખો ના સપનાં છે એ,
સાચા તો ક્યારેય પડશે નહીં,
હસતાં-હસતાં એ મન તોડશે,
એક ટુકડો પણ જડશે નહી.
"ચિત" થી વાતો કરવાવાળા,
યાદ પણ પછી કરશે નહી,
કિનારા પાસે જ ડૂબી જનારાં,
મધ દરિયે તો તરશે નહી.
"ચિંતન ટેલર"
"ક્યાંક થોડી થાય અસર"
"ક્યારેક તોડી શકતાં નથી દિવાલ"
Subscribe to:
Posts (Atom)