Tuesday, July 6, 2010

"રસ્તા ફંટાયા...."



અમે પ્રેમનો લઈ કાફલો નિકળેલા સંગાથે,
તારા મઢેલું આભ માંડવા જેવું અમારી સાથે,
સહેજ અમે સાથે ચાલ્યા ત્યાં,
રસ્તા ફંટાયા............

"ચિંતન ટેલર"

"ફીક્કો પડી જાય જામ પણ"



પાણી પીતો હોઉં ને સંભળાય ક્યારેક જો એમનું નામ પણ,
પછીનો ઘુંટડો એવો અસર કરે છે કે ફીક્કો પડી જાય જામ પણ.

"ચિંતન ટેલર"

"સમંદરથી લડી જાય"



પગ તમારો ખબોચિયામાં ભૂલથી પણ જો ક્યારેક પડી જાય,
તો ખબોચિયું આપના સ્પર્શનું ઘેલું, સમંદરથી લડી જાય.

"ચિંતન ટેલર"

"બોલો શું કરવું છે?"



ધડિયાળમાં ગોઠવાયેલા બંને કાંટા જેવા આપણે છીએ, હું નાનો ને તું મોટો છે એવો પ્રશ્ન કરવો નકામો છે, એક જ મધ્યબિંદુ સાથે સંકળાયેલા આપણે ભ્રમણ કરી રહ્યાં છીએ, જુદા જુદા હોવા છતા પણ એક મધ્યબિંદુ છોડીને જો આપણે જુદા પડી જઈશું તો તમે તમે નહી રહો અને હું પણ હું નહિ રહું, આજે તો બધા આપણી સામે જુઍ છે, પણ જુદા પડી ગયા તો?....

આ ઘડિયાળ તો તદન નકામું છે, એવું કહી ને આવતી કાલે જરુર ફેકી દેશે,

"બોલો શું કરવું છે?"

"ચિંતન ટેલર"

"ચિત ફરે છે આમ-તેમ"



આ નયન નીરખે એમને એ નીરખે છે આમ-તેમ,
પ્રશ્ન કરે મન મારું કે થાય મારી સાથે આમ-કેમ.

આપની ઝુલ્ફોના અંધારામાં ખોવાયું તે મળતું નથી,
છે ચિરાગ મારા હાથોમાં પણ રોશની છે આમ-તેમ.

ચાંદો જોઈને સુઈ ગયાં અને રાત્રે જોયાં સપનાં તમારાં,
સવારનો સૂરજ ઊગ્યો ને સઘળાં સપનાં આમ-તેમ.

હાથ થામી ના શકો તો આંગળી તો ચીંધી દેજો,
મારગ તો સીધો સરળ છે પણ પગલાં પડે છે આમ-તેમ.

ક્યારેક તમને ભૂલી જવાય તો ક્યારેક યાદ કરી લઈએ,
ઘડિયાળના લોલકની માફક "ચિત" ફરે છે આમ-તેમ.

"ચિંતન ટેલર"

"દૂર ઉભા રહી હસે છે ને રડવું દેખે છે"



આ નજર જે નજર કાજે રસ્તો દેખે છે,
તે નજર પ્રેમને કેમ સસ્તો દેખે છે.

એતો સૂરજની હાજરીમાં તારા દેખે છે,
ઝરણાં મિઠાં પાણીના પણ ખારાં દેખે છે.

સોનું સો ટચનું છે પણ એ કાંસુ દેખે છે,
નજર મિલાવતા નથી ને એ ત્રાંસુ દેખે છે.

એમની મંઝિલ પાછળ છે ને આગળ દેખે છે,
ભૂલ શોધવા માટે કોરો કાગળ દેખે છે.

મારા મિઠાં "ચિત" સામે કડવું દેખે છે,
દૂર ઉભા રહી હસે છે ને રડવું દેખે છે.

"ચિંતન ટેલર"

"તમારો હાથ માંગુ છું"



યાદ તો નથી માંગતો પળ બે ચાર માંગુ છું,
થોડીક ક્ષણો માટે તમારો સાથ માંગુ છું.

મળ્યાં પછી સરકે નહીં તે નજર માંગુ છું,
યાદ રહી જાય કાયમ તેવો સંગાથ માંગુ છું.

ખરવું પડે નહી તારા ને તે ગગન માંગુ છું,
ડુબી રહ્યો છું હું કે તમારો હાથ માંગુ છું.

થોભાવી દે આ કદમોને તેવો સાદ માંગુ છું,
કરવો પડે નહીં ફરીથી તેવો વિચાર માંગુ છું.

કાયમ માટે નહી પણ "ચિત" બસ ઉધાર માંગુ છું,
આપી શકો તો આપો તમારો પ્યાર માંગુ છું.

"ચિંતન ટેલર"