Thursday, July 8, 2010

"હોઠ ભલે હસતાં રહે, પણ આંખો તો રડે છે"



ફૂલોની ઝંખનામાં જીવન કાંટા કેમ અડે છે,
હોઠ ભલે હસતાં રહે, પણ આંખો તો રડે છે.

એકલવાયો મારગ છે ને ચઢાણ પણ કપરું છે,
પગમાં પડી ગયા છે છાલા, સામો પવન પણ નડે છે.

મુંગા મનને જાણ શું છે? સમય ક્યાં બદલે છે,
ચમનમાં ખોઈ બેઠા તા જેને, જઈ રણમાં જડે છે.

શાંતિની આશા તો છે પણ આશા ક્યાં ફળે છે,
સમાધાન ત્યાં કરાવે કોણ? બે હાથ જ્યાં લડે છે.

વિરહની વેદનામાં કાયા આખે આખી બળે છે,
વર્ષાની જરૂર છે જ્યાં ત્યાં "ચિત" વીજાળી પડે છે.

"ચિંતન ટેલર"

"યાદો અમારી ખૂલી જશે"



શાને કહે છે એ કે એ અમને ભૂલી જશે,
ખોલશે એ કિતાબ તો પણ યાદો અમારી ખૂલી જશે.

"ચિંતન ટેલર"

"તે સિતારો બીજી ઘણી દુનિયાઓ માટે સૂરજ પણ હોય"



જાખો સમજીને જે સિતારાની અવગણના થતી હોય,
તે સિતારો બીજી ઘણી દુનિયાઓ માટે સૂરજ પણ હોય.

"ચિંતન ટેલર"

"બસ ધુમાડો મળે"



દરે દરે ઘર મળે પણ દ્વાર ના કોઈ ઉઘડો મળે,
રોશની જોઈ દોડી જઈએ જ્યાં ત્યાં તો બસ ધુમાડો મળે.

"ચિંતન ટેલર"

"અપરાધ કરનારા તો ફૂલ છે"



વાગી જાય જો કંટક ક્યારેક તો કંટકોની શું ભૂલ છે,
નિર્દોષ હ્યદયને આકર્ષવાનો અપરાધ કરનારા તો ફૂલ છે.

"ચિંતન ટેલર"

"ભૂલી ચુક્યા તે વિચારને જ અમે"



રાત્રી આખી કર્યો હતો જે તમને ભૂલી જવાનો વિચાર,
ભૂલી ચુક્યા તે વિચારને જ અમે, જ્યારે ખીલી ઉઠી સવાર.

"ચિંતન ટેલર"

"યાદ આવે હજુ પણ જ્યારે"



યાદ આવે હજુ પણ જ્યારે,
આપની આંખો ના ઈશારા,
મનનો દરિયો તોફાને ચઢે છે,
તરવા લાગે છે ખુદ કિનારા.

"ચિંતન ટેલર"

"આજે ફરીથી એમનો સામનો થઈ ગયો"



પવન આંધી બનીને આમનો થઈ ગયો,
આજે ફરીથી એમનો સામનો થઈ ગયો.

રહ્યો નથી અમારા માટે એમની નજરનો નશો,
ગયો હું મેખાના તરફને જામનો થેઈ ગયો.

એક આપની નજરનો ઈશારો જે પર હતો અમારો ઈજારો,
તે ઈશારો મારો મટીને આખા ગામનો થઈ ગયો.

મળ્યા તમે જ્યારે-જ્યારે ઉદાસી ભરેલી કોઈ સંધ્યા એ "ચિત",
નાકામ નીવડેલો દિવસ અમારો કામનો થઈ ગયો.

"ચિંતન ટેલર"

"ભાવ પુછી સહુ આગળ ચાલે ખરીદનારું ક્યાં કોઈ"



રસ્તે-રસ્તે પગલાં ભટકે, વાટ જોનારું ક્યાં કોઈ?
મોજાં ઊછળે નજરોમાં પણ, તરસનારું ક્યાં કોઈ.

ઉજ્જડ વન પાણી ને તરસે, દરિયા ઉપર વાદળ વરસે,
વર્ષોથી મન પ્યાસું-પ્યાસું, વરસનારું ક્યાં કોઈ.

ડુંગરાઓની ઓળખ શેને? ટેકરીઓથી સંતોષ જેને,
લાગણીઓના ડુંગરા છે જ્યાં ત્યાં ચઢનારું ક્યાં કોઈ.

સોનાની કિંમત સહુ જાણે, સંબધોને સસ્તા માને,
સંબધોની તુટતી તિરાડો, સાંધનારુ ક્યાં કોઈ.

ઈચ્છાઓના ભરાય મેળાં, સપનાઓના છે અહીં બજાર,
"ચિત" ભાવ પુછી સહુ આગળ ચાલે ખરીદનારું ક્યાં કોઈ.

"ચિંતન ટેલર"

"અધુરી બૂમ પાડીને મને પાછો વાળી દો"



કદમો દૂર જાય આ મારા તે પહેલા બોલાવી લો,
અધુરી બૂમ પાડીને મને પાછો વાળી દો.

ક્યરેક મન થાય કે દરિયામાં છુપાઈ જઉં,
રૂપ ત્યારે ધરીને મોજાનું આવો ને પલાળી દો.

આવું નહી જો નીકટ તમારી, વ્રુક્ષ માફક સ્થિર થઈ,
બનીને વીજળી મારી પર પડો, પડી ને બાળી દો.

ડરી જઈને ક્યાંક હું રમવાનું છોડું પહેલા,
હ્યદય ચોરી હરાવો ક્યાં "ચિત" હ્યદય આપી જીતાડી દો.

"ચિંતન ટેલર"

"ભુલાતા નથી મુકામો મિલનનાં"



મળી જશે એ ક્યાંથી અમને, આ મન જો મળવા માંગે તો,
રાત્રી નો શત્રુ થઈ સૂરજ, ચાંદની માં ફરવા માંગે તો.

સિતારાઓના સહારે-સહારે પગલાં પડે છે અમારાં ગગન માં,
સુંદર તમારા ચહેરાની વાતો ચંદ્ર સાથે કરવા માંગે તો.

તમારા મધુર ઈશારા નયનનાં, ભુલાતા નથી મુકામો મિલનનાં,
છુપાઈ-છુપાઈ ને મળતાં રહીને આ જગથી ડરવા માંગે તો.

પીંજરમાં રહી શું કરવી પાંખો, અંધકારમાં શું કરવી આંખો?
બુજાઈ ગયેલા પ્રેમના દિવડાં, ફરીથી બળવા માંગે તો.

વાત મનની મનમાં અટકી "ચિત" નજરો અમારીએ નજરમાં ભટકી,
છલકાયા વીના નહી રહેશે આંખો સમંદર ને ભરવા માંગે તો.

"ચિંતન ટેલર"