Friday, September 14, 2012

"જીંદગીના સોગઠાં"



પળેલા જીંદગીના સોગઠાં બધા સાચા નથી હોતા,
સાચા હોય છે જો કદી તો એ સારા નથી હોતા,
મારા જીવનની આઠમી અજાયબી જોઈ લ્યોતો,
પળેછે જ્યારે પોબારા તો એ કામના નથી હોતા...

"ચિંતન ટેલર"

"અંટસ મજાની થઈ"



આ દીલ ની જોડે આપણી અંટસ મજાની થઈ,
મને ગમે તે દીલને ન ગમે, દીલને ગમે તે મને...

"ચિંતન ટેલર"

Wednesday, September 12, 2012

" આખી રમત ધુળધાણી"



ગંજીફાની રમત જેવું આપણું આ જીવતર,
એક પાનું ખોવાય ને આખી રમત ધુળધાણી...

"ચિંતન ટેલર"

Saturday, September 8, 2012

" છપ્પનીયો"



કેટલા વખતથી એક પણ ગઝલ બનતી નથી,
આખ્ખે આખ્ખો છપ્પનીયો આવ્યો હોય જાણે.

"ચિંતન ટેલર"

Thursday, September 6, 2012

"અભણ"



મત્લા અને મક્તા મા કશું ખબર નથી પડતી,
સાલ્લું સાવ અભણ જેવું લાગે આજ કાલ...

"ચિંતન ટેલર"

Wednesday, September 5, 2012

ek chhokari aave chhe roj, pan sarabna nasa ma..
ne gazalo ni gazalo rachay, pan sarabna nasa ma..

aayine le ke bethe he, kis tarha tu najar aa jaye,
tumhare dekhanese hi aayine chaknachur ho jaye

Monday, September 3, 2012

" ચુમી જાય ગઝલ"



બાળક એક પલકારો મારે ને ઉડી જાય ગઝલ,
હાથ લંબાવી આંબવા જાઓ ને ચુમી જાય ગઝલ...

રૂ જેવા મખમલી શબ્દો, કેવા મસ્ત સોનેરી શબ્દો,
ખીશું લઈ ફંફોસવા બેસો ને મલી જાય ગઝલ...

વરસો માં જીવનારો માણસ, ક્ષણે ક્ષણે મરતો માણસ,
અતિશયોક્તિ કરતા ક્યારેક સળી જાય ગઝલ...

સિંહાસન સરીખો મત્લા, અત્તર જેવો લાગે મક્તા,
રામનામની મહીમાં ગાતી તરી જાય ગઝલ...

બાળક એક પલકારો મારે ને ઉડી જાય ગઝલ,
હાથ લંબાવી આંબવા જાઓ ને ચુમી જાય ગઝલ...

"ચિંતન ટેલર"

Sunday, September 2, 2012

" દ્રષ્ટીભ્રમ"



પડ્યો પ્રેમમાં છતાં સભાન છું,
આ તું જ છે કે મારો દ્રષ્ટીભ્રમ...

આંશુ નથી ને હું ખુશ પણ છું,
આ તું જ છે કે મારો દ્રષ્ટીભ્રમ...

હું મુજમાં નથી તુજથી પર છું
તું છે ખરી??? કે કેવળ ભ્રમ...

"ચિંતન ટેલર"

Friday, August 31, 2012

"સાલી ભાવ બહોત ખાતી હૈ"



જો તુમ ચોમાશેમે બાહર નીકલો તો છત્રી સાથ લેકે મત નીકલજો,
યે બરસાત ભી તેરે જૈશે હી હૈ ઝાલીમ,
જભી ભી સજધજકે નીકલતે હૈ તો સાલી ભાવ બહોત ખાતી હૈ...

"ચિંતન ટેલર"

"ઈર્શાદ બોલ"



આંખો સજાવીને બેઠી છે આજે મુશાયરો
ઈર્શાદ બોલ, દોબારા બોલ, બહોત અચ્છે બોલ...

"ચિંતન ટેલર"

Tuesday, August 28, 2012

"વીજળી બની ગઈ"



તમે તો વગર હલેસે આખી દુનિયા તરી ગયાં,
અમારી કાગળની હોળી પણ "વીજળી" બની ગઈ...

"ચિંતન ટેલર"

વીજળી = હાજી કાસમ નું વહાણ

Monday, August 27, 2012

"मुजे मीट्टी मे ही रहेने दो!"



एक पथ्थर उछाला तबीयतशे तो आशमां पार हो गया
मगर मै मीट्टी का आदमी, मुजे मीट्टी मे ही रहेने दो!

चिंतन टेलर

Friday, August 17, 2012

"હું જન્મી, ત્યારેય સાવ મોળી પડી"



મૃત્યું ની રમત રમી ગઈ મારી સાથે,
"હું જન્મી, ત્યારેય સાવ મોળી પડી"...

"ચિંતન ટેલર"

છોકરી બચાઓ, નહી તો છોકરા નઈ બચે...

Saturday, August 4, 2012

"આરપાર"



મને જે મલ્યાં છે બધા પારદર્શક મિત્રો મલ્યા છે જિવનમાં,
ઘશીને સાફ નાં કરુને તો સાલું કશુંજ દેખાય નહી આરપાર...

"ચિંતન ટેલર"

"ભણતર મારું એળે જતું રહ્યું"



એ બધુંજ ભણેલું ભણતર મારું એળે જતું રહ્યું,
મારી ભાષા મારા દોસ્તને સમજાય કેમ નઈ?

"ચિંતન ટેલર"

Thursday, August 2, 2012

"આયખું દઈ દઉ"



તું ઝાપટું થઈને આવ સજનવાં
લે આયખું દઈ દઉ આપ સજનવાં...

"ચિંતન ટેલર"

Tuesday, July 31, 2012

"કે તું આવે અને હું દરવાજા ઉધાડું"



બારણે ટકોરા પડે ને હવેતો એવું થાય
કે જાણે તુંજ ત્યાં આવી ને ઉભી હોય,
તારી અપેક્ષાએ હું પોતેજ
અત્યંત ઉત્સાહમાં આવીને
બીજુ કોઈ ઉભુ થાય એ પહેલા
ખુબજ ઉતાવળમાં
જાણે આંખો મીચીને
દરવાજા ઉઘાડી કાધું છું,
પણ આજ સુધી
હું જેટલી ઉત્સાહથી દરવાજા ઉઘાડું છું
એટલી ઉત્સાહથી પાછો ફર્યો નથી,
ક્યારેક તો મને એવો મોકો આપ
કે તું આવે અને હું દરવાજા ઉધાડું...

"ચિંતન ટેલર"

Sunday, July 29, 2012

"કરોળીયો"



આજે સવારથી મન ઉદાસ હતું,
ચાલ માન્યું કે અંદર ઉચાટ હતો,
આતો બહારથી પણ જંઝાવાત???
હા, આજે ઘરની નીલામી હતી,
મારૂ ગમતું અણ ગમતું બધુજ
આજે મારૂ ન હતું,
મનમાં ઘણા પ્રશ્નો પરપોટાની જેમ
વારાફરતી ફૂટી રહ્યા હતા,
શું કરીશ, ક્યાં રહીશ, ક્યાં જઈશ...
આખરી સામાન ટ્રકમાં લદાઈ ગયો ત્યારે
મારો હાથ પકડીને ઉભેલા મારા દીકરાએ
મારો હાથ ની પકડ વધુ જોરથી કરીને મને કહ્યું...
પપ્પાઆઆઆઆઆઆઆઆઆઆ...
"કરોળીયો"

"ચિંતન ટેલર"

Saturday, July 28, 2012

"મારા મોરપીંછ ના રંગ ક્યાં?"



શ્રાવણ માસ ની આઠમ આવી,
હર્ષ ઊલાળા મનમાં લાવી,
ક્રુષ્ણ વીહોણી મેઘલી રાતે,
મોરલો એની ઢેલને પૂછે,
મારા મોરપીંછ ના રંગ ક્યાં?

"ચિંતન ટેલર"

Tuesday, July 24, 2012

"ભરી મહેફીલમાં એકલા અમે"



ભરી મહેફીલમાં એકલા અમે,
ને ત્યાં તુંજ ચર્ચાતી હતી...

"ચિંતન ટેલર"

Friday, July 20, 2012

" પ્રેમ કરવો તો સાગરની જેમજ કરવો"



આજે પહેલી વખત મે સાગરને જોયો,
ધ્યાનથી જોયો...
જોયો શું, તેને મે સાંભળ્યો,
તેની ભરતીના પ્રત્યેક મોજામાં
જાણે તે કોઈને પ્રેમનો
પ્રસ્તાવ મુકતો હોય તેવું
લાગી રહ્યું હતું,
મને તેની છટા ગમી ગઈ,
પ્રેમ કરો તો ખુલ્લા દીલે
ખુબજ... ખુબજ ધોધમાર
ખુબજ વિશાળ રીતે,
કોઈની પણ બીક વગર
આખી દુનિયાને જણાવીને કરવો,
છુપો પ્રેમ કરવો કદાચ
સાગરને આવડતુંજ નહી હોય
તેથીજ તો તે આમ કરતો હશે,
અને જે પોતેજ પ્રલય હોય
તેને વળી કોની બીક,
સાચ્ચે પ્રેમ કરવો તો સાગરની જેમજ કરવો...

"ચિંતન ટેલર"

Wednesday, July 18, 2012

"એક દીલ સાકળુ મળે"



બેકાબુ, બેલગામ અહી બધું બેબાકળુ મળે,
ઈશ્વરની પાસે પણ એક દીલ સાકળુ મળે.

"ચિંતન ટેલર"

"જીત તો મારીજ થશે"



તું તારી પુરેપુરી
તાકાત વાપરીને
મને નફરત કરી જો
અને હું મારી પુરેપુરી
તાકાત વાપરીને
તને પ્રેમ કરૂ
જોઈએ કોની જીત થાય છે
પણ બંન્ને પરીસ્થીતી
એટલે કે
તું જીતે
કે હું જીતું
બન્નેમાં
જીત તો
મારીજ થશે
કારણકે
મને નફરત કરવા માટે પણ
દીવસમાં તારે મને
હજારો વખત યાદ તો કરવોજ પડશે!!!

"ચિંતન ટેલર"

Tuesday, July 17, 2012

"પથ્થરદીલ"



નોતી ખબર કે દીલ ચકનાચુર થઈ જશે,
ફક્ત વાર્તાજ સંભળેલી પથ્થરદીલ વિષે.

"ચિંતન ટેલર"

Sunday, July 15, 2012

"I would have Bucephalus"



ચક્રવર્તી સમ્રાટ બનવું આમતો અઘરું નથીજ નથી ,
But condition is, I would have Bucephalus.

"ચિંતન ટેલર"

Saturday, July 14, 2012

"મે ક્યાં કોઈ તખ્તોતાજ ની દરકાર કરી હતી"



મે ક્યાં કોઈ તખ્તોતાજ ની દરકાર કરી હતી,
તલાશ હતી તારી મજલ ને તું નારાજ હતી...

"ચિંતન ટેલર"

Friday, July 13, 2012

"પણ તારી અંદર હું ન હતો"



રોજની જેમજ
તારા આવવાની રાહ જોય
તું આવીય ખરી
પણ તારી અંદર હું ન હતો...

"ચિંતન ટેલર"

Thursday, July 12, 2012

"ચહેરોજ ન હતો"



લો આટલી બધી અઘરી પરીક્ષા કરવાની?
સીલેબસમાં તો તમારો ચહેરોજ ન હતો...

"ચિંતન ટેલર"

Monday, July 9, 2012

"મે જીંદગી ને પીધી છે"



પડળમાં જીંદગી જીવનારી તું યુગો યુગો માં ખોવાઈ ગઈ,
યાદ છે તું કહેતી હતી, હું તારા માટે, તું મારા માટે...

મારી ગઝલો બધી મારીજ છે, જોજો ના સક કરતાં,
જીવું છું તોજ લખું છું ને લખું છું જીવવાં માટે...

મારી જીંદગીની અંગત બાબતમાં દખલ કરનારા ધ્યાન આપે,
મે જીંદગીને પીધી છે સુરા માની ગમોને ઉતારવાં માટે...

"ચિંતન ટેલર"

Monday, July 2, 2012

"માં નો પડછાયો છે"



જે હર વખત, દર એક મુસીબતમાં મારી સાથે રહ્યો છે,
એ તું નથી ભગવાન, પણ મારી માં નો પડછાયો છે...

"ચિંતન ટેલર"

Saturday, June 30, 2012

"મેહુલ્યા તને લોકોએ ખુબ ચગાવ્યો છે"



ઉપરથી વરસીને હેઠો ઉતર નેવેથી,
મેહુલ્યા તને લોકોએ ખુબ ચગાવ્યો છે...

"ચિંતન ટેલર"

Friday, June 29, 2012

"વર્ષો વીતી ગયા"



આ દીલ સાથે આપણી ખાનગી વાત થઈ,
જાહેર થવાની વાતને વર્ષો વીતી ગયા...

"ચિંતન ટેલર"

Tuesday, April 17, 2012

"ગુજરાતી જેવી તું"



આ કાળજાળતી ગરમીમાં,
ગુજરાતી જેવી તું,
દુહા, છંદ, આખ્યાન,
મુક્તક, હાઈકુ માં તું...

ભાષા આખી માં તુજ જેવી,
સ્વર, વ્યંજન માં તું,
ગુજરાતી જો ક્યાંક સાંભળું તો,
સાંભરી આવતી તું...

ભાષાઓનો દેશ છે આપણો,
મન ફાવે તેમ બોલાતું,
પણ મુજને પંખીનું કલરવ,
ગુજરાતીમાં જ સમજાતું...

તું દેશમાં હું પરદેશી,
કેવી છે માં તું?
બાબલો આપણો અંગ્રેજીમાં શીખે,
DAD, HOW DO YOU DO?

આમ તો બચ્ચું મારૂ જયશ્રીકૃષ્ણ,
JSK માંજ બોલતું,
તારા બાલ ગોપલ ના નામને,
ટુકડે ટુકડે ગણગણતું...

મને જીવતેજીવત DAD કહે,
ને એની માંને MOM,
BRO, SIS, DEAR, NEAR માં,
ક્યારનીય ભુલાઈ ગઈ તું...

પરદેશમાં શું દાટ્યુ છે એવું,
સાચું તે કહેલું,
તારા જ ચરણોમાં જન્નત છે માં,
ગુજરાતીમાં કોઈકે લખેલું...

અમારી પાડોશી બહેનની ભાષામાં કહું તો...

ગુજરાતી માં સમજાવું છું હું,
સમજણ મે હે કુછ આતા?
બાપ ભલેને મરજો કોઈનો,
મરજોના કોઈની માતા...

જય ગુજરાતી

"ચિત" "ચિંતન ટેલર"

Saturday, March 3, 2012

"બસ એવીજ રીતે"



ચિત્રો પર ચિત્ર બનાવતો હતો ને તેમનો ચહેરો બની ગયો,
બસ એવીજ રીતે તું મારી સામે મહોરા પહેરીને આવે છે.

"ચિંતન ટેલર"

Friday, March 2, 2012

"તો ઈર્શાદ બોલ"



સાંભળવો હોય મુજને તો ઈર્શાદ બોલ,
ડૂસકાં પણ એવા ભરીશ કે તું વાહ કહી ઉથે.

"ચિંતન ટેલર"

Thursday, March 1, 2012

"પ્રેમનો પર્યાય પ્રેમજ"



પ્રેમનાં પુરાવા ના હોય,
પ્રેમની સાબિતિ ના હોય,
પ્રેમનો પર્યાય પ્રેમજ,
પ્રેમ સિવાય કઈ ના હોય.

"ચિંતન ટેલર"

Wednesday, February 29, 2012

"તું કાં ના મુજપર મરે?"



ફૂલોની સુગંધ ઉપર બેઠી એક રાત જેના શ્વાસમાં તારલા ખરે,
કેટ કેટલાં સંજોગો ઊભા થયાં તોય તું કાં ના મુજ પર મરે?

"ચિંતન ટેલર"

"કોન કહેતા હૈ"



કોન કહેતા હૈ કી ગાંધી મર ગયા,
તું સાચું બોલી ને શરૂઆત તો કર.

"ચિંતન ટેલર"

Wednesday, February 15, 2012

"મને થાક ખાવા દો"



ઘટનાઓની સામટી હારમાળાઓ છું,
જિંદગીથી પર ગયો, મને થાક ખાવા દો.

સમંદરમાંથી મલી નઈ ચિજ કઈ એવી,
કિનારે જે મલે તો કહું કે ભાગ આવવા દો.

વર્ષાની માઝમ રાતમાં ચાંદ તો ક્યાં દેખાય,
સિતારાઓ છે જેટલા તેનોજ ઉજાસ પડવા દો.

મને મારી નાખો, માણસમાંથી બાકાત કરી દો,
આત્માનો પણ વાંક છે "ચિત" તેને સળગવા દો.

ઘટનાઓની સામટી હારમાળાઓ છું,
જિંદગીથી પર ગયો, મને થાક ખાવા દો.

"ચિંતન ટેલર"

Saturday, February 4, 2012

"છુંપા નહોર રાખે છે"



સમંદરથી સમંદરમાં જવાની રિત સારી છે,
ખુદા સાથે તેવીજ મજાની પ્રિત સારી છે,
ના ડરું હુ જીવનમાં કોઈથી એટલું દે ખુદા,
જિંદગી છે, જિંદાદિલી નથી તેવી બીક લાગે છે.

છીપલાં ની નજરથી જોઉ ને તો
સમંદર અંદર થી શોર કરે છે.

ભરી મહેફિલમાં "કચ" કરે ક્યારેક
મશૂકા પણ કેટલી બોર કરે છે.

આખો દિવસ ખુદા સાથે રહે મારી
નશીબ મારૂ આમતો જોર કરે છે.

મૃત્યું ને પામવાનું મન થયું "ચિત"
જિંદગી કેવા છુંપા નહોર રાખે છે.

"ચિંતન ટેલર"

Wednesday, January 18, 2012

"ઝાંઝવાનું ઝૂરવું"



ઝાંઝવાનું ઝૂરવું તું શું જાણી શકે,
તારી પાસે પોતાના આંશુ તો છે.

"ચિંતન ટેલર"

Friday, January 6, 2012

"હુંજ જીતું ને હુંજ હારુ"



તમે મોર ચિતરો ને હું ટહુકો પાળું,
સુંદરતાને હુંજ ભવ્યતાથી કંડારૂ,

સંજોગોથી પર થઈ દીલથી નીહાળું,
પ્રેમની બાજી હુંજ જીતું ને હુંજ હારુ...

"ચિંતન ટેલર"