Thursday, July 22, 2010

"સરિતાના તરસ્યાને અંજલિ અર્પણ શું કરો?"



સરિતાના તરસ્યાને અંજલિ અર્પણ શું કરો?
અમાસના અંધકારમાં દેખી દર્પણ શું કરો?

મારગ બદલ્યા કરો છો શું? કેડીઓ કઠીન જાણી,
મંઝિલ પાસે પહોંચી ગયાં અને આવશે જો અડચણ શું કરો?

સઘળા ઉત્તર આપની પાસે અમારા હ્યદયના પ્રશ્નોનાં,
સમસ્યા સરળ છે સમજવામાં બીજાની સમજણ શું કરો?

"ચિત" ભાવ હીરાના આંકી દીધા અમે તો કાચના કટકા ને,
કિરણો સૂર્યના ઉછીના લઈ ચમકવાની ગોઠવણ શું કરો?

"ચિંતન ટેલર"

"એક ચાહક તરીકે"



રુદન સમયે રુમાલ બનીને,
ક્ષુધા સમયે ઝરણ બનીને,
ઉદાસીનતા માં આસ્વાસન બનીને,
અંધકાર માં કિરણ બનીને,
હું તમારો સાથ આપવા આતુર છું.
પરંતુ એક મિત્ર તરીકે નહી એક ચાહક તરીકે.

"ચિંતન ટેલર"