Sunday, July 11, 2010

"વીસરું હું તમને નથી એવી શક્તિ"



સૂરજથી નીકળેલું પહેલું કિરણ હું, તો મેઘધનુષ્યની રચના તમે છો,
આંખોમાં વસેલી નિંદર બનું હું, તો સાચા પડેલા સપના તમે છો.

નજરમાં નશાની અસર પણ તમે છો? જીવનમાં ખુશીની ખબર પણ તમે છો,
ધડકન બનીને ધડકવાને માટે હ્યદયને મળેલી સૂચના તમે છો.

પડછાયો તમે છો મારા બદન નો, મારા દ્વનિનો પડઘો તમે છો,
આગળ તમે છો, પાછળ તમે છો, અમારા વિચારોની વચમાં તમે છો.

તમારી નજરથી નથી લેવી મુક્તિ, વીસરું હું તમને નથી એવી શક્તિ,
"ચિત" તમે છો, ભક્તિ તમે છો, પૂજા તમે છો, અર્ચના તમે છો.

"ચિંતન ટેલર"

"ગુલાબી રંગોમાં યાદ ફરી એ આવી ગયાં"



સ્વપ્ન બની ને નિંદરમાં આવ્યા ને એ સ્વપ્નમાં છવાઈ ગયાં,
પ્રભાત સમયે ટહુકી કોયલને યાદ ફરી એ આવી ગયાં,
ખરી ધુપમાં પવન બનીને આસપાસ એ મારી લહેરાઈ ગયાં,
ખીલી ઉઠી સંધ્યાને ગુલાબી રંગોમાં યાદ ફરી એ આવી ગયાં.

"ચિંતન ટેલર"