Tuesday, July 27, 2010
"તમારી ગેરહાજરીની છે બધે અસર"
ઉદાસીન ઉદાસીન આ મન આ નગર,
તમારી ગેરહાજરીની છે બધે અસર.
કરીશું શું રંગીન આ ગલીઓને, કરીશું શું વૃક્ષો, ફૂલો, કલીઓને,
લાગે છે સ્મશાન જેવું આ ઉપવન, બધુ સૂનું-સૂનું તમારા વગર,
મહેકે હજુ પણ તે પથ તે ડગર, જ્યાં જ્યાં પડી હતી તમારી નજર.
અસ્થિર ચાંદામાં રાતો તો ખોઈ, તપતાં સૂરજમાં દિવશો બગાડયાં,
સતત અવગણના કરી હતી જેની, પછી તે સિતારા ની સમજ્યાં કદર,
ખરીદવાને નિંદર બે પળ માટે, વેચું છું સપનાં કિંમત વગર.
ભૂલો પડીને ભટકું રોજના રસ્તામાં, મદદ કોઈ કરે નહી અહી આમ રસ્તામાં,
આશા હજુ પણ એક બાકી રહી છે, ક્યારેક તો આવશે એ પૂછવા ખબર,
નથી કોઈ સાથી નથી હમ સફર, છે મંઝીલ વગરની આ જીવનસફર.
જીવન અમારું નિષ્ફળ ગયું છે પણ મૃત્યું અમારું સફળ થઈ શકે છે,
દુપટ્ટો તમારો કફન થેઈ શકે જો, તમારા આંગણમાં બને અમારી કબર,
શરીર આ અમારું મરી પણ જશે તો, "ચિત" અમારા રહેશે થઈને અમાર.
"ચિંતન ટેલર"
"ચારે તરફ ખારાશ છે"
Subscribe to:
Posts (Atom)