Saturday, July 10, 2010

"પ્રુથ્વી ગોળ છે"



આગળ વધવા માટે એક પગ જમીન પર મુકવા સાથે જ બીજો પગ ઉઠાવવો પડતો હોય તો કોઈ એક માત્ર પાછળ પાગલ થઈ જીવનની પ્રગતિ શી રીતે અટકાવી શકાય?
જો આ જવાબ આપી ને કોઈ વચનોથી છટકી જવા માંગતુ હોય તો તેમ કહી શકાય કે,
આમ જો આગળ વધ્યા જ કરશો તો મારી પાસે જ આવવું પડશે, "પ્રુથ્વી ગોળ છે".

"ચિંતન ટેલર"

"ચહેરા ઉપર જરા પડદો કરી દો"



મરવા માટે શસ્ત્રો ઘણાં છે,
આંખોને તમારી આજે બંધ કરી દો.

આજે ચાંદનીના અજવાળાં ઘણાં છે,
ચહેરા ઉપર જરા પડદો કરી દો.

ગગનમાંહી આજે વાદળ ઘણાં છે,
જુલ્ફોને તમારી નિયંત્રણ કરી દો,

જીવવા જીવન જરુરત નથી આ દુનિયાની,
બસ એકવાર "ચિત" થી સ્મિત કરી દો.

તરી જાઉં સમંદર એક પાપણનાં સહારે,
તમારી એક પાપણનું બસ દાન કરી દો.

"ચિંતન ટેલર"

"સાચા હ્યદયથી માંગેલું હંમેશા મળે છે"



જ્યારે કોઈ એમ કહે છે..... સાચા હ્યદયથી માંગેલું હંમેશા મળે છે,
છતાં પણ હજું સુધી એ નજર પણ નાંખતાં નથી,
લાગે છે કે જેટલી તીવ્રતાથી અમે નિકટતા માંગીએ છે,
તેટલી જ તીવ્રતાથી તે દૂરતા માંગતા હશે.

"ચિંતન ટેલર"

"એક તમારો સાથ અને બીજો એકાંત"



યાદ આવે છે તે સફરમાં તમારું મળી જવું,
જ્યારથી તમે મળ્યા છો ત્યારથી માત્ર બે જ પરિસ્થિતિ પસંદ પડે છે,
એક તમારો સાથ અને બીજો એકાંત.

"ચિંતન ટેલર"

"નજર ફેરવી સમંદર પર લાવી ના દેતાં ભરતી"



ખુલ્લાં કદમો એ ચાલ્યા કરો, મહેકી ઉઠે આ ધરતી,
નજર ફેરવી સમંદર પર લાવી ના દેતાં ભરતી.

બદલાયેલો છે રંગ ચમનનો તમારી હાજરીથી,
કળીઓ પણ આજે ખીલી ઉઠી છે ઝુલ્ફોને તમારી સ્પર્શી.

ધરા પર હરીફ જોઈ ચંદ્રનો, ઈર્ષા કરે છે ચાંદની,
અમર થઈ જાશે ખરતો સિતારો તમારી એક નજરથી.

દેખી તમારી આંખોની મસ્તી, વાદળ પણ જાય વરસી,
તમારી એક ઝલકને કાજે "ચિત" નજરો છે તરસી-તરસી.

"ચિંતન ટેલર"