Friday, November 12, 2010

"વ્હાલી બહેનને ખુબ ખુબ પ્રેમથી"



પરદેશ્માં જ્યારે બહેનને પરણાવી ત્યારે કેટલો ખુશ હતો, અમારા સમાજમાં એવુ ભાગ્યેજ બનતુ કે કોઈને પરદેશનો છોકરો મલતો, મમ્મી પપ્પા અને મોટા ભાઈ ખુબજ ખુશ હતા હોય કેમ નહી આખરે ૨૩ વર્ષે બહેનના લગ્નનું નક્કી થઈ ગયુ હતુ, મને તો એ વખતે કઈ બહુ ખબર ન હોતી પડતી, મરે મન લગ્ન એટલે ખાવુ, પીવુ અને મજા કરવી, સગા સંબધી ઓ આવે અને ભેગા મલે એટલુ જ, એટલે બધાને ખુશ જોઈને આપણે પણ ખુશ થઈ ગયા.

મને એ વાતની વધારે ખુશી હતી કે મારી બહેન ખુશ હતી, બાકી અમારા સમાજમાં છોકરીઓની સંખ્યા ખુબજ વધરે છે અને છોકરા એકતો ઓછા અને ઉપરથી ભણેલા ગણેલા ના હોય. મને ગુજરતી મા વાંચન કરતા બહેને શીખવાડેલુ મને યાદ છે, અને લેખન પણ હું તેનીજ પ્રેરણાથી શીખેલો, અમે કેટલીય રાતો એક સાથે ગુજરાતી ગીતોની લાઈનો વાગોળતાં કાઢી હતી, મને યાદ છે કે જ્યારે અમે અંતાક્ષરી રમતા ત્યારે અમને હીન્દી જુના ગીતો ન જાણે કે ક્યાં ક્યાંથી શોધીને ગાતા હતા.

લગ્ન મંગળવારે નક્કી થયા અને શનીવારે લગ્નની તારીખ પણ આવી ગયી, માત્ર ૫ દિવસ અમારી પાસે હતા લગ્નની તૈયારી કરવા માટે, અમે અમારી બનતી બધી કોશીષ કરી લગ્નને ધામધુમથી ઉજવવાની અને એમા અમે સફળ પણ થયા હતા, લગ્નમાં જ્યારે કન્યાદાનની વીધી ચાલુ થવાની હતી એ પહેલા હુ તેના રૂમમાં કે જ્યાં તે તૈયા થતી હતી ત્યા પહોચ્યો, એ તૈયારીમા વ્યસ્ત હતી, મને જોઈને બોલાવેલો કે નહી મને યાદ નથી આવતુ, મારી આંખોમાં તો તે વખતે પાણી હતા, તે વખતે તો મને ખબરજ ના પડી કે આવું કેમ બન્યું?

હું ત્યાથી નીકળીને બીજા રૂમમા જતો રહ્યો હતો એટલુજ યાદ આવે છે, હું ત્યા લગભગ ૧ કલાક જેટલુ એકલો રડતો રહ્યો હતો, મને યાદ છે તેની વિદાય પછી પણ હું એમને એમ કેટલાય કલાકો શુધી રડતો રહ્યો હતો, બીજા દિવસ જ્યારે આણા વાળવાં માટે એ આવી ત્યારે મારી પાસે આવીને મને પૂછ્યુ કે તું કાલે વિદાયના સમયે ક્યા હતો, હજુ હું કઈ બોલુ તેના પહેલાજ મમ્મીએ બહેનને કીધુ કે તારી વિદાયને કારણેજ હું તેના વિદાયના પ્રસંગમા હાજર રહ્યો ન હતો, મને મારા મમ્મી વાત વાતમા લગ્ન પહેલાના દિવસે કહ્યું હતુ કે બહેન હવે આપણાથી દુર જતી રહેશે અને કદાચ આપણે તેને વર્ષે એક વાર પણ નહી મળી શકીશુ એવુ પણ બને.

આજે એ પ્રસંગ યાદ આવે છે તો ખરેખર હસી પડાય છે, આજે મારી બહેન અમેરીકામાં છે અને તે ખુશ પણ છે. મમ્મીના કહેવાની વિરૂધ્ધ તે વર્ષે એકવાર અચુક અમને મલ્વા માટે આવે પણ છે, અમે એવીજ રીતે જુના દિવશો યાદ પણ કરીયે છીએ.

ઇન્ટરનેટના આજના યુગમાં તો હવે હું મારી બહેનને રોજ વેબકેમેરા પર જોઊ છું, ફોન પર વાતો કરૂ છું અને અમે રોજ ઇન્ટરનેટ ઉપર ચેટ પણ કરીએ છીએ, દુનીયા હવે ખરેખર નાની બની ગઈ હોય તેવુ લાગે છે.

પણ આજે સવારથીજ મારી અંદર જાણે કોઈ રડી રહ્યું છે તેવુ મને લાગ્યા કરે છે, છેલ્લા ૫ વર્ષની રાખડી મે હજુ પણ સાચવીને રાખી છે, બહેન જ્યારે છેલ્લા ગયા વર્ષે આવી હતી ત્યારે મમ્મીને મારા અને ભાઈ માટે રાખડી આપીને ગયી હતી અને મમ્મીએ એ રાખડી મને બાંધી પણ છે, પણ છતા કાઈ અંદરને અંદર મને કોતરી રહ્યું છે.

હમણા મારી બહેન મારી સામે આવીને ઉભી રહે તો???

એ વિચાર માત્ર મારા ચહેરાને મહેકાવી નાખે છે. પણ મને ખબર છે કે શક્ય નથી, એ આજે તો મને રાખડી બાંધવા માટે નહીજ આવી શકે.

આજની આ આધુનીક દુનિયામા જેમ આપણે દુર કોઈ દેશની વ્યક્તિને જેમ જોઈને વાત કરી શકીયે છીએ તેમ તેવીજ રીતે રાખડી બાંધી શકાતી હોત તો???

ના એવુંતો કદાચ શક્ય નહીજ બને અને મારી જેમ હજારો ભઈ આવીજ રીતે પોતાની ભાભી કે મમ્મી જોડે રાખડી બંધાવીને પોતાના હૈયાને મનાવી લેતા હશે.

વ્હાલી બહેનને,
ખુબ ખુબ પ્રેમથી!


મારી કવિતાની દુનિયા પર સૌથી મોટો પ્રભાવ મારા મોટીબહેનનો. એમને ગમતા ગીતો અને સંગીત મને ગમે જ. કોઇવાર તરત જ… કોઇવાર મહિનાઓ કે વર્ષો પછી..

મોટેભાગે એવું થાય છે કે આ ગીત સાંભળું, અને બહેનને બહુ યાદ કરું. આજે બહેન બહુ યાદ આવે છે, એટલે વારંવાર આ ગીત સાંભળું છું.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment