Friday, November 12, 2010

"હા મે ઈશ્વર ને જોયા છે"



એક વાર મે આગીયાનો પીછો કર્યો. રાત અંધારી હતી અને રસ્તો તદન ભેકાર હતો,
છતાય મારે તેનો પીછો તો કરવોજ પડે એમ હતું, રૂપની ઘેલી ચાંદનીમાં દરેક
તારાઓ ઝાંખા પડી જતાં લાગ્યા હતા, મારા હર્ષનો કોઈ પાર ન રહ્યો અને હું
આગીયાની પાછળ ચાંદનીને ભેટવાં મટે આગળ વધ્યો. જેવો હું ચાંદનીને અડકવા
માટે હાથ લંબાવ્યો કે ત્યાંજ દિવસ ઊગી નીકળ્યો, આગીયાં ગાયબ થઈ ગયાં અને
પતંગીયા બની ગયા એવું મને લાગ્યું.

હવે મે પતંગીયાનો પીછો કર્યો તે મને ઘણી બધી જગ્યાએ લઈ ગયું, ઝરણા, નદી,
પર્વત વગેરે પસાર કરીને તે મને લીલાંછમ વનમાં લઈ આવ્યું, ઉછળી રહેલી
કુદરતનાં યોવનને જોઈ મારા હ્યદયમાં સુતેલાં શબ્દો કવિતા બની ગયાં,
પક્ષીઓના કંઠમાં એ ગીતો પહોચ્યા અને ઝરણાઓએ તાલ આપવાનો શરૂ કર્યો, નદીતો
જાણે નાચવાજ લાગી, ફૂલછોડ ડોલવાં લગ્યાં, વૃક્ષોએ તાલીઓ પડીને અભિવાદન
કર્યુ, મારુ મન પ્રફૂલ્લીત થઈ ગયું, ધીમે ધીમે મને મારી મંઝીલ નજીક આવતી
લાગી, મને હવે મારો ફેરો સફળ થતો હોય તેવું લાગ્યું, હવે તો સામેથી એક
સરખી દિશામાંથી ઘણાં પતંગીયા વારાફરતી આવતા દેખાયા, હું હવે થોડોક વધું
આગળ વધ્યો. જ્યાથી તે બધા આવતા હતાં એ દિસામાથી મને કસ્તુરીની તાજી તાજી
સુગંધ આવતી હોય તેવુ લાગ્યું, હવે હું થોડોક વધારે આગળ ગયો, મને કોઈ અલભ્ય
વાતાવરણનો અનુભવ થવાં લાગ્યો, આગળ જોયું તો એક ઉચાં પર્વતની કોતરમાથી મને
રસ્તો નજરમાં આવ્યો, અને તેની અંદરથી એક પ્રકાશપુંજ આંખને આંજી દેતો મારી
આર-પાર નીકળી જતો દેખાયો.

આજે તો મારે તને જોવોજ છે, આખી દુનિયાના રચયિતાને મળવાની મારી મુરાદ આજે
કેટકેટલા વરસે પુરી થવાની હતી, મારી ઉત્તેજના વધી રહી હતી, મારૂ હૈયું હવે
મારા મુખમાં આવી ગયુ હતુ, તે કેવો દેખાતો હશે, તેને કેટલા હાથ હશે, તેની
કેટલી આંખો હશે, તે કેવી રીતે દરેકનું ધ્યાન રાખતો હશે, કઈ કેટલાંય
પ્રશ્નો મરી ભીતરમા આવીને ચાલ્યા ગયા. હવે તને મળવાની પળ બેજ ડગલાં દુર
હતી, જેવો હુ કોતરમાં પગ મુકીશ કે મને તારા દુર્લભ દર્શન થવાના હતા, હું
હવે થોડોક શ્વાસ ખાવા માટે રોકાઈ ગયો, શું કરૂ શું ના કરૂની અવધવમા હતો કે
મારો જમણો પગ આપોઆપ ઉથી ગયો અને જેવો મે એ કોતરમાં પગ મુક્યો કે મને ખરેખર
તારા રૂપના દર્શન થયાં.....

હા મે સાક્ષાત તનેજ જોયો, હું તો માત્ર વિચારમાંજ પડી ગયો, તું ખરેખર આવો
દેખાય છે.

હા મને આશ્ચર્ય થયું કે મે તનેજ જોયો???
મને તો તું કોઈ દેવ જેવો ના લાગ્યો!!!
તું તો મને મારા જેવોજ લાગ્યો.

"મનુષ્ય"

મારે જેને જોવો હતો એ તું જ હતો,
શું એ તું જ હતો???

"હા મે, મે ઈશ્વર ને જોયા છે"

એ મારા જેવાજ દેખાય છે.....

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment