Monday, July 19, 2010

"ક્યારેક તોડી શકતાં નથી દિવાલ"



ક્યારેક સમજણ ઓછી પડે છે, તો ક્યારેક ઉદભવે છે સવાલ,
વર્ષોથી મળેલાં બે હ્યદયના પણ ક્યાંક મળતા નથી ખયાલ,
મિલન માટે તોડી બેસે છે જેઓ દુનિયા સાથે સઘળા સંબંધ,
તેઓ પણ પોતાની વચ્ચેની ક્યારેક તોડી શકતાં નથી દિવાલ.

"ચિંતન ટેલર"

"અમે પણ રદ કરી નાખત એમની ગલીમાં વળવાનું"



ખબર હોત અમને રસ્તામાં થશે એમનું મળવાનું,
તો અમે પણ રદ કરી નાખત એમની ગલીમાં વળવાનું.

"ચિંતન ટેલર"

Sunday, July 18, 2010

"મંઝીલે પહોંચતા વાર શું લાગે?"



વરસાદ બનીને વરસો તો, તરસ્યાઓની કતાર શું લાગે?
એક હાથમાં ધરી દો હાથ તો બીજા હાથને મંઝીલે પહોંચતા વાર શું લાગે?

"ચિંતન ટેલર"

"પહોંચ્યો ચાંદ પર તો ત્યાં પણ અમાસ હતી"



નજર હું ફેરવી ચારે તરફ જ્યારે કાળાશ હતી,
પહોંચ્યો ચાંદ પર તો ત્યાં પણ અમાસ હતી.

સફર સ્નેહીઓ સાથેની આમ તો સારી રહી,
થોડુંક હ્યદય ક્યાંક હતાશ હતું, થોડી નજર પણ નિરાશ હતી.

અનુભવ્યો હતો એક જ શિતળ સ્પર્શ અમે સફરમાં,
તે તો અમારા રક્તની કે આંસુની ભીનાશ હતી.

દુશ્મનો અને દોસ્તોની કમી નથી રહી "ચિત" ક્યારેય,
દુર સુધી દુશ્મની હતીને બેવફાઈ આસપાસ હતી.

કહે છે દુનિયા, એ અમારી ઘેલા થવાની ભૂલ હતી,
આમ પણ ક્યારે લાગણીઓમાં અમારી કોઈના માટે કચાશ હતી.

"ચિંતન ટેલર"

"અફસોસ રહી ગયો"



પોતાના વડે જ પોતાની ઉપર છોડાયેલા બે શસ્ત્રો છે એક આશા અને બીજી અપેક્ષા,
એમના આંસુના એક ટીપાને અમે એટલું મહત્વ આપી ચુક્યા હતા કે તેમના તરફથી અમારા શરીરમાંના રક્તના છેલ્લા ટીપાંને પણ ન્યાય નહીં મળવાનો અફસોસ રહી ગયો.

"ચિંતન ટેલર"

"હવે એમને છે બળવાનું"



ટાળી રહ્યા છે જ્યારથી એ અમને મળવાનું,
છોડી દીધું છે અમે પણ એમની ગલીમાં વળવાનું,
આપને રોશની આપવા ખુદ અમે પણ બળ્યાં હતાં,
અમે બળવું છોદી દીધું હવે એમને છે બળવાનું.

"ચિંતન ટેલર"

Saturday, July 17, 2010

"અમાસ અમારે કાયમની થઈ ગઈ"



યાદો તમારી છુપતી નથી, મનની છે ચાદર કાણી-કાણી,
કોરો-કોરો કંઠ અમારો ભલે હોય આ આંખો પાણી-પાણી.

દિવડો આ દિલનો સળગ્યા કરે છે, જીવન અંધારુ હટતું નથી,
અમાસ અમારે કાયમની થઈ ગઈ, રોજે મનાવી દિવાળી-દિવાળી.

લાગણીઓ અમારિ લુટાવ્યા કરીશું, આશા અમારી ઉડાવ્યા કરીશું,
ખર્ચયા કરીશું સઘળું અમારું, મુલાકાતની હોય જો કમાણી-કમાણી.

સ્વપ્ન અમારાં રડ્યાં કરે છે, અશ્રું ધરા પર પડ્યાં કરે છે,
ઊમંગોના ઉત્સવ વીતી ગયા સહું હવે છે દુઃખોની ઉજાણી-ઉજાણી.

સાદ દેવામાં ઢીલા પડ્યાં એ, હાથ દેવામાં ઢીલા "ચિત" અમે પણ પડ્યાં,
જડતી નથી ક્યાંક નિશાની તમારીને થઈ ગઈ છે દુનિયા અજાણી-અજાણી.

"ચિંતન ટેલર"

"તમને ભૂલી જવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છીએ"



પ્રથમ તમારા ચહેરાને નહીં નીરખવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો,
પછીથી તમારાથી નયન નહીં મીલાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો,
ત્યારબાદ તમારા સંપર્કમાં નહીં આવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો,
છેવટે તમારા માટે લાગણીઓ નહીં વહેવડાવાનો નિષ્ફળ પ્રયત્ન અને,
હવે તમને ભૂલી જવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છીએ.

"ચિંતન ટેલર"

"ન સમજતાં કે જીતી ગયા"



સમજવાની શક્યતા છે નહીં કે સંબંધમાં સત્યને સ્વીકારી લઈએ,
મેળવીને તો તમને રહીશું જ બસ અમે જો એકવાર ધારી લઈએ,
અમારાથી તો કોઈ જીત્યું નથી અને જીતી પણ કોઈ શકશો નહીં,
તમે એમ તો ન સમજતાં કે જીતી ગયા, જો જાણી જોઈને અમે ક્યાંક હારી લઈએ.

"ચિંતન ટેલર"

"અંધકાર કરી શકતાં નથી"



એક છો તમે.....
પ્રયત્ન કરો છો કે ભૂલી જઈએ તમને અમે,
એક છે વાદળ.....
બધ જ ભેગા મળીને સૂર્યને છુપાવી દે છે પરંતુ રાત્રીનો અંધકાર કરી શકતાં નથી.

"ચિંતન ટેલર"