યાદો તમારી છુપતી નથી, મનની છે ચાદર કાણી-કાણી,
કોરો-કોરો કંઠ અમારો ભલે હોય આ આંખો પાણી-પાણી.
દિવડો આ દિલનો સળગ્યા કરે છે, જીવન અંધારુ હટતું નથી,
અમાસ અમારે કાયમની થઈ ગઈ, રોજે મનાવી દિવાળી-દિવાળી.
લાગણીઓ અમારિ લુટાવ્યા કરીશું, આશા અમારી ઉડાવ્યા કરીશું,
ખર્ચયા કરીશું સઘળું અમારું, મુલાકાતની હોય જો કમાણી-કમાણી.
સ્વપ્ન અમારાં રડ્યાં કરે છે, અશ્રું ધરા પર પડ્યાં કરે છે,
ઊમંગોના ઉત્સવ વીતી ગયા સહું હવે છે દુઃખોની ઉજાણી-ઉજાણી.
સાદ દેવામાં ઢીલા પડ્યાં એ, હાથ દેવામાં ઢીલા "ચિત" અમે પણ પડ્યાં,
જડતી નથી ક્યાંક નિશાની તમારીને થઈ ગઈ છે દુનિયા અજાણી-અજાણી.
"ચિંતન ટેલર"
No comments:
Post a Comment