Tuesday, July 13, 2010

"માણી લીધેલા મિલનની ક્ષણોનું, સ્મરણ હજું તો બાકી છે"



માણી લીધેલા મિલનની ક્ષણોનું, સ્મરણ હજું તો બાકી છે,
મુદત પડી છે મુલાકાતમાં માત્ર, મરણ હજું તો બાકી છે.

કદમો તળે છે તપતી રેતી, ને આકાશમાં બળે છે સૂરજ,
આપના પગલાથી ઉડતી જતી ધૂળ હજુ પણ આંખોએ રાખી છે,
વીતાવી દીધું મેદાન આખું પણ રણ હજું તો બાકી છે.

ખુલે જો આંખો યાદો એમની, અને બંધ આખોએ સપનાં એમના,
યાદો એમની અને સપનાં એમનાં ઉજાગરાના સાથી છે,
દિવસોમાં નહી પણ મહિના વર્ષોનું જાગરણ હજું તો બાકી છે.

બળતો છે સૂરજ, તારો છે ઝાંખો સરખામણી યોગ્ય છે ચંદ્ર આખો,
પૂનમના આખા ચંદ્રનો પ્રકાશ જગતમાં સર્વવ્યાપી છે,
છતાં પણ બે સિતારાઓ વચ્ચે અંધકાર હજું તો બાકી છે.

નહીં છોડે પતન સુધી "ચિત" પડછાયો તમાર વિચારો નો,
પ્રતિબિંબ અમારું જ્યાં-જ્યાં પડે તમાર ચહેરાની ઝાંખી છે,
પાણી ડહોળા હોય તો શું થયું દર્પણ હજું તો બાકી છે.

"ચિંતન ટેલર"

"તને મારું મરણ નહીં સતાવે?"



જ્યારે પણ તું ખરતો સિતારો, તુટતો મિનારો અને છુટતો કિનારો કે આંખોનો ઈશારો જોઈશ,
શું તને ખાતરી છે કે તને મારું સ્મરણ નહી સતાવે!
મારી જિંદગીની તારા માટે કશીજ કિંમત ન હોય તેમ પણ બને!
પણ શું તને ખાતરી છે કે તને મારું મરણ નહીં સતાવે?

"ચિંતન ટેલર"

"પોષી રહ્યાં છે ગર્વ એ"



સવાલો ઉદભવે ઘણાં, એક જ સવાલમાંથી,
હટાવીશું શી રીતે? એમને ખયાલમાંથી.

પડે જુદાં તો કઈ રીતે? સૂરજ, તારા, ચાંદ, ગગન,
જ્યોતિ અલગ એ કરી રહ્યાં છે જલતી મશાલમાંથી.

પોષી રહ્યાં છે ગર્વ એ, લાગણીઓ લુંટી-લુંટી,
થઈ બેઠાં છે અમીર એ સાવ પાયમાલીમાંથી.

છાયામાં આશા શું રાખવી "ચિત" સુકાયેલી છે ડાળીઓ,
ઘટાદાર થાય શી રીતે? ઉગીને વૃક્ષ દિવાલમાંથી.

"ચિંતન ટેલર"

"તેનું પડવું નિશ્ચિત થઈ જાય છે"



તારી બેવફાઈ વીશે નો ખયાલ પહેલા તો ક્યારેય આવેલ જ નહી કેમકે.....
ખયાલ મારો એ હતો કે, આકાશ સામે જોઈને ચાલનારા જો એવું વિચારે કે આવતા
પગલે જ ખાડો છે તો પછી તે હોય કે ન હોય તેનું પડવું નિશ્ચિત થઈ જાય છે.

"ચિંતન ટેલર"

Monday, July 12, 2010

"મોતની પાસેથી પણ સમય લઈ લઈશું"



આખે આખો દિવસ અને આખે આખી રાત,
એમનાં જ વિચારો અને એમની જ વાત.

એમને મળ્યાં પછી મંઝિલ બદલાઈ ગઈ,
પણ માર્ગ એ એમનો નથી જેમની છે વાટ.

મોતની પાસેથી પણ સમય લઈ લઈશું,
થઈ જવાની હોય જો એમની મુલાકાત.

એવું તો ન સમજશો કે જીવી નહી શકીએ,
તમે જો ભલે છોડી દીધો, આંસુનો છે સાથ.

ભડકી-ભડકી બળી ગયાં લાગણી ભરેલ આ "ચિત",
ધુમાડો પણ ન થયો અને ન દેખાઈ આગા.

"ચિંતન ટેલર"

"ક્ષણભર માટે મરીને"



જતા જતા એક જ વાર જોઈલે એ જો પાછું ફરી ને,
જીવતાં થઈ જઈએ અમે પણ ક્ષણભર માટે મરીને.

"ચિંતન ટેલર"

"ક્ષણે ક્ષણે જીવીને મરવું નથી"



ચાહું તને છું હું તો જીવનની જેમ,
તુ છે મારી લાગણીને હું છું તારો પ્રેમ.

ભટકતાં ને મારગ મળે, સાગરને સરિતા ભળે,
ધરા પર ઝુકે જેમ ગગન, મળી જઈશું તેમ.

જુઠાં જમાનાથી હવે ડરવું નથી, ક્ષણે ક્ષણે જીવીને મરવું નથી,
ધડકશો નહી જો ધડકન બની જીવી શકશું કેમ?

હાથમાં આપી દો આ હાથ "ચિત" સાત જનમનો છે જો આ સાથ,
તું છે મારી પ્રિયતમા ને હું છું તારો પ્રેમી.

"ચિંતન ટેલર"

"જીવનમાં મોત આવે છે પહેલીવાર"



નિંદર ભરીને આંખોમાં અમે પણ જાગતા રહ્યા પહેલીવાર,
નજર ભરીને જ્યારે તેમને પણ નીરખ્યા અમે પહેલીવાર,
કોણ કહે છે કે પ્રેમમાં અનુભવની જરુર પડે છે,
આમ પણ સહુંના જીવનમાં મોત આવે છે પહેલીવાર.

"ચિંતન ટેલર"

Sunday, July 11, 2010

"વીસરું હું તમને નથી એવી શક્તિ"



સૂરજથી નીકળેલું પહેલું કિરણ હું, તો મેઘધનુષ્યની રચના તમે છો,
આંખોમાં વસેલી નિંદર બનું હું, તો સાચા પડેલા સપના તમે છો.

નજરમાં નશાની અસર પણ તમે છો? જીવનમાં ખુશીની ખબર પણ તમે છો,
ધડકન બનીને ધડકવાને માટે હ્યદયને મળેલી સૂચના તમે છો.

પડછાયો તમે છો મારા બદન નો, મારા દ્વનિનો પડઘો તમે છો,
આગળ તમે છો, પાછળ તમે છો, અમારા વિચારોની વચમાં તમે છો.

તમારી નજરથી નથી લેવી મુક્તિ, વીસરું હું તમને નથી એવી શક્તિ,
"ચિત" તમે છો, ભક્તિ તમે છો, પૂજા તમે છો, અર્ચના તમે છો.

"ચિંતન ટેલર"

"ગુલાબી રંગોમાં યાદ ફરી એ આવી ગયાં"



સ્વપ્ન બની ને નિંદરમાં આવ્યા ને એ સ્વપ્નમાં છવાઈ ગયાં,
પ્રભાત સમયે ટહુકી કોયલને યાદ ફરી એ આવી ગયાં,
ખરી ધુપમાં પવન બનીને આસપાસ એ મારી લહેરાઈ ગયાં,
ખીલી ઉઠી સંધ્યાને ગુલાબી રંગોમાં યાદ ફરી એ આવી ગયાં.

"ચિંતન ટેલર"