સવાલો ઉદભવે ઘણાં, એક જ સવાલમાંથી,
હટાવીશું શી રીતે? એમને ખયાલમાંથી.
પડે જુદાં તો કઈ રીતે? સૂરજ, તારા, ચાંદ, ગગન,
જ્યોતિ અલગ એ કરી રહ્યાં છે જલતી મશાલમાંથી.
પોષી રહ્યાં છે ગર્વ એ, લાગણીઓ લુંટી-લુંટી,
થઈ બેઠાં છે અમીર એ સાવ પાયમાલીમાંથી.
છાયામાં આશા શું રાખવી "ચિત" સુકાયેલી છે ડાળીઓ,
ઘટાદાર થાય શી રીતે? ઉગીને વૃક્ષ દિવાલમાંથી.
"ચિંતન ટેલર"
nice.gami navi thim chhe..
ReplyDeleteપોષી રહ્યાં છે ગર્વ એ, લાગણીઓ લુંટી-લુંટી,
થઈ બેઠાં છે અમીર એ સાવ પાયમાલમાંથી.
keep it up..
*
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/