Tuesday, July 13, 2010
"માણી લીધેલા મિલનની ક્ષણોનું, સ્મરણ હજું તો બાકી છે"
માણી લીધેલા મિલનની ક્ષણોનું, સ્મરણ હજું તો બાકી છે,
મુદત પડી છે મુલાકાતમાં માત્ર, મરણ હજું તો બાકી છે.
કદમો તળે છે તપતી રેતી, ને આકાશમાં બળે છે સૂરજ,
આપના પગલાથી ઉડતી જતી ધૂળ હજુ પણ આંખોએ રાખી છે,
વીતાવી દીધું મેદાન આખું પણ રણ હજું તો બાકી છે.
ખુલે જો આંખો યાદો એમની, અને બંધ આખોએ સપનાં એમના,
યાદો એમની અને સપનાં એમનાં ઉજાગરાના સાથી છે,
દિવસોમાં નહી પણ મહિના વર્ષોનું જાગરણ હજું તો બાકી છે.
બળતો છે સૂરજ, તારો છે ઝાંખો સરખામણી યોગ્ય છે ચંદ્ર આખો,
પૂનમના આખા ચંદ્રનો પ્રકાશ જગતમાં સર્વવ્યાપી છે,
છતાં પણ બે સિતારાઓ વચ્ચે અંધકાર હજું તો બાકી છે.
નહીં છોડે પતન સુધી "ચિત" પડછાયો તમાર વિચારો નો,
પ્રતિબિંબ અમારું જ્યાં-જ્યાં પડે તમાર ચહેરાની ઝાંખી છે,
પાણી ડહોળા હોય તો શું થયું દર્પણ હજું તો બાકી છે.
"ચિંતન ટેલર"
Subscribe to:
Post Comments (Atom)
nice 6..
ReplyDelete& shu haji baki chhe????????????????????
*
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/