Saturday, April 16, 2011

"ના તેના માટે તો "ચિત" ઈશ્વર થવું પડે"




મને કેટલાક દિવસથી લાગે છે
કે કોઈ મને કઈક કહેવા આતુર છે,

કદંબના વૃક્ષ ઉપર બેઠેલો
મોર મને કઈક કહેશે,
હા, પરંતુ મારે મોર થવું પડશે...

ગુલાબની પાંખડી પરનું
પતંગીયું મને કઈક કહેશે,
હા, પરંતુ મારે પતંગીયું થવું પડશે...

વાદળ પાછળ રહેલી
વીજળી મને કઈક કહેશે,
હા, પરંતુ મારે વીજળી થવું પડશે...

ઝરણાંમાં અવીચળ વહેતું
નીર મને કઈક કહેશે,
હા, પરંતુ મારે નીર થવું પડશે...

પાંદડા પરનું સવારનું
ઝાકળ મને કઈક કહેશે,
હા, પરંતુ મારે ઝાકળ થવું પડશે...

આ દરેકને સમજવા માટે મરે તેમના જેવું
થવું પડશે પણ માનવીને સમજવા મારે
માત્ર અને માત્ર માનવ બનવુંજ પુરતુ છે?

"ના તેના માટે તો "ચિત" ઈશ્વર થવું પડે"

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment