Saturday, April 16, 2011

"શું આ શહેરમાં એક પણ વૃક્ષ નથી?"



દોસ્તો હવેતો જીવ ઊપર બની આવી છે,
આતો મોટાં શહેરોની તનહાઈ છે,
માંથું અને હાથતો એ ઊગાળીજ લેશે,
જેણે ભરપુર જીવવાની કશમો ખાધી હશે.


આ સિમેન્ટ, કોંક્રીટના જંગલમાં
અમે કદાચ ખોવાઈ ગયાં,
કોઈ રસ્તો આગળ નિકળતોજ નથી
અમે આમતેમ ભટકતા રહ્યાં,
ચાલતા ચાલતા પગની જેમ
આ શહેરમાં ચહેરા પણ ઘસાવા લાગ્યાં,
દરેક ચહેરાની નીચેથી જાણે
અનેક બીજા ચહેરા નીકળી આવ્યાં,
વાસી સપનાની રોટલીઓ
કોઈ ક્યાં શુધી પચાવશે?
તાજા સપનાં ક્યાંથી લાવું
તુંજ કહે કયા બજારમાં જાઉં?
રાત પછી પણ રાત ઊભી છે
દિવસનું કોઈ ઠેકાણું નથી,
શું ખબરકે રાતજ આવે
"ચિત" ફરી એક રાત પછી?
એવું લાગેછે કે હવે
નીંદરનાં વૃક્ષ ઉપર
સપનાનું કોઈ ફૂલ નથી!!!!!

"શું આ શહેરમાં એક પણ વૃક્ષ નથી?"

"ચિંતન ટેલર"

2 comments:

  1. "શું આ શહેરમાં એક પણ વૃક્ષ નથી" ની આધુનિક બાનીમાં નિરૂપાયેલા નિર્વેદ અને વ્યંગને ધીરજથી નીખારવામાં આવે તો એક મઝાનું નગરકાવ્ય મળે એમ છે.

    પંચમ શુક્લ

    ReplyDelete