Sunday, September 11, 2011

"એકજ ચરણે ઊભો રાજાજી"



ચાળીશ હજાર દેશ આપો રાજાજી,
દુર્યોધને ધુણાવ્યું શીષ રાજાજી.
તો આપો હજાર વીસ રાજાજી,
દુષ્ટે દર્શાવ્યું દુઃખ રાજાજી.
આપો દસ હજાર રાજાજી,
વધસે યસ તમારો રાજાજી.
આપો હજાર એક રાજાજી,
ખેચી ન પકડો છેક રાજાજી.
પ્રભું ઓછું અઓછું માંગે રાજાજી,
પાપીને સારું લાગે રાજાજી.
પ્રભું કહે પચાસ દેશ આપો રાજાજી,
બસ હવે વેણ સ્થાપો રાજાજી.
જેમ જેમ ઓછું સુણાવે રાજાજી,
માંકડો માથું ધુણાવે રાજાજી.
નહી આવે ઉની આંચ રાજાજી,
છેવટે આપો રાજ્ય પાંચ રાજાજી.
તવ બોલ્યો દુર્યોધન રાય રાજાજી,
સાંભળો તમે જગજીવન રાજાજી.
દીધે નથી કોઈ ધર્મ રાજાજી,
પણ મને તમારી શરમ રાજાજી.
કર્ણ લખી આપો પાંચ દેશ રાજાજી,
થાય ન કોઈ કલેશ રાજાજી.
અંતરયામી લખાવવા બેઠા રાજાજી,
લખવાં બેઠા કર્ણ રાય રાજાજી.
કલમ ગ્રહી લખવા બેઠા રાજાજી,
ત્રાંબાના પત્રે લખાવે રાજાજી.
આગ્રા અને લખો બંગાળ રાજાજી,
લખો કર્ણ કાશી દેશ રાજાજી.
હસ્તિનાપુર અને મારવાળ રાજાજી,
કર્ણે લખ્યા તે વાર રાજાજી.
પછી મુખમાં કલમ મુકી રાજાજી,
મસ્તક ઉપર ખડીયો રાજાજી.
સભાની વચમાં પતરું લઈ રાજાજી,
એકજ ચરણે ઊભો રાજાજી...

"ચિંતન ટેલર"

Wednesday, September 7, 2011

"ચાંદની બહોળાય છે"



હું કહુ છું કે પ્રેમ થઈ જાય છે,
તું કહે છે આજ તો વ્યવહાર છે.

દુશ્મનો દોસ્તોમા ભળી જાય તો,
દુશ્મનોનો પણ ભરોશો થાય છે.

ચાંદનીમાં નીકળેજો તું ક્યાંક તો,
લોકો કહેશે ચાંદની બહોળાય છે.

"ચિંતન ટેલર"

Tuesday, September 6, 2011

"મારી સ્થિતિ"



મારી સ્થિતિ હમણા હમણા કોલંબસ જેવી જ છે,
ઘરેથી નિકળુ તો ખબર નથી કે ક્યાં જવું છે,
અને ઘરે પાછો ફરૂ તો ખબર નથી કે ક્યાં ગયો હતો...

"ચિંતન ટેલર"

Sunday, September 4, 2011

"હું મારીજ અંદર મુજને શોધું અપાર"



આ કોણ અહીં બજાવે જીવન સિતાર?
નથી એમાં કોઈ સૂર, લય કે તાલ...

કોઈ શોધતું આવે દસ્તક દઈ બારણે,
હું મારીજ અંદર મુજને શોધું અપાર...

માણસ ના મળે ખુદા મળી જશે અહીં,
સામે ચાલીને મુજપર ના કર ઉપકાર...

રંજ છે, દુઃખ છે, ઈચ્છા છે, આશા પણ છે,
"ચિત" અહી ક્યાંથી આટલા મહેમાન પારાવાર...

"ચિંતન ટેલર"

Thursday, September 1, 2011

"બીજી જિંદગી ન મળે તોય શું?"



મન મુજબની જિંદગી મળે તોય શું?
પાનખરમા પાન લીલું મળે તોય શું?

નશીબ-રેખા આગળ માનવીનું ચાલે શું?
પછી ત્યાં હાથ હોય કે ન હોય તોય શું?

કબર પર રોજ ફૂલો ધરાવીને ફાયદો શું?
એમાથી શ્વાશ સંભળાતો હોય તોય શું?

જીવે તો નળતા રહે, મરે તો મળતા નથી,
એવું કહેનારા ખુદ ઘરમાં જ મળે તોય શું?

જેટલું પણ જીવો ઉત્સવ મનાવતા જીવો "ચિત"
જિંદગી જીવવા બીજી જિંદગી ન મળે તોય શું?

"ચિંતન ટેલર"

Saturday, August 20, 2011

"મોરપીંછ"



દ્વારિકા જેમ જેમ નજદીક આવતુ ગયું તેમ તેમ,
માઈલસ્ટોન મટીને રસ્તે મોરપીંછ આવતા થયા.

"ચિંતન ટેલર"

"અડધો ચંદ્રમાં રાધા પોતે, બાકી અડધો શ્યામ રે"



અડધો ચંદ્રમાં રાધા પોતે, બાકી અડધો શ્યામ રે,
મને તુજ કહે કે તું અમને કેમ રે કરીને ભૂલાય રે.

મારા દિલના વૃંદાવનમાં મોરલી રોજ સંભળાય રે,
એક એક મોરના પીંછામાંથી શુભ શ્યામ લહેરાય રે.

રાધાજીનાં આંસુઓ થકી યમુનાનું જળ ઉભરાય રે,
શાંત ઝરૂખે ગીરધારી ગોપાલ મથુરામાં હીઝરાય રે.

અડધો ચંદ્રમાં રાધા પોતે, બાકી અડધો શ્યામ રે,
મને તુજ કહે કે તું અમને કેમ રે કરીને ભૂલાય રે.

"ચિંતન ટેલર"

Monday, June 13, 2011

"તારા સ્પર્શથી "ચિત" પથ્થર પણ પારસ લાગે"



તારા વિરહની પળ જાણે વરસ લાગે,
જોઈને તને પાણીનેય તરસ લાગે.

તુ જો હોય તો જીવન કેવું સરસ લાગે,
પાણી લાગે મદીરા, ઝેર પણ ચરસ લાગે.

તુ જો નીકળે રાતમાં તો રાત પણ દિવસ લાગે,
તારા સ્પર્શથી "ચિત" પથ્થર પણ પારસ લાગે.

"ચિંતન ટેલર"

"મૃત્યુના તે પારખા હોય નહિ"



એમ ઝેરના તે કાઈ પારખા હોય નહિ,
વ્હાલાએ ભરેલા ધાવણમાં ખોટ હોય નહિ.

પ્રેમમાં પાગલ બની જાય છે લોકો ખબર છે?
એમ પ્રેમના તે પારખા હોય નહિ.

મારી લખેલી કવિતાઓ મારી પોતાનીજ છે,
તેને બીજાની ગણી લેવામાં સમજણ હોય નહિ.

જીંદગી આખી જીવી નાખી "ચિત" મ્રુત્યુંની સોડમાં,
પછી થયું કે જવાદે, મૃત્યુના તે પારખા હોય નહિ.

"ચિંતન ટેલર"

"મૃત્યુની જાહેરાત થઈ ચૂકી"



મૃત્યુની જાહેરાત થઈ ચૂકી,
હવે તો જીવવા દો શાનથી.
શું કામ પાછળ પડ્યા કરો છો,
હવેતો થોડુક મરવાદો આરામથી.

મ્રુત્યુની જાહેરાત થઈ ચૂકી...

મ્રુત્યું પછીનું જીવન પણ જોવુંજ છે,
રાહમાં રોડા ના નાખો શરૂઆતથી.
થોડુક હરવા દો, થોડુક ફરવા દો,
થોડુક થોડુક રડવાદો અરમાનથી.

મ્રુત્યુની જાહેરાત થઈ ચૂકી...

મારા અંત બાદ જમાનો યાદ કરશે,
એવુંતો કાઈક કરવાદો અભિમાનથી .
ફરી મળશે જીવન તો ફરીથી આવશું,
"ચિત" હમણાતો મરવાદો મુસ્કાનથી.

મ્રુત્યુની જાહેરાત થઈ ચૂકી...

"ચિંતન ટેલર"