Saturday, April 16, 2011

"બા અદબ, બા મુલાહિજા, હોશિયાર"




ચમનમાં જઈને બધી કળીઓને કહો કે, હવે ખીલી ઉઠે.....
બા અદબ, બા મુલાહિજા, હોશિયાર, ઋતુ "વસંત" આવે છે.

લીલી ધરા છે ને લીલુ ગગન,
ફૂલોનાય છે વડી રંગબેરંગી અંગ,
પતંગિયું બની ઉડે છે આ મન,
હાથોમાં હાથ અને પ્રીતમનો સંગ,
બા અદબ, બા મુલાહિજા, હોશિયાર,
ઋતુ "વસંત" આવે છે.

ઝાંકળની બુંદો ને કહો કે, પાંદળે પાંદળે રંગોળી કરે.....
બા અદબ, બા મુલાહિજા, હોશિયાર, ઋતુ "વસંત" આવે છે.

ભીની આં ચુંદળીને ભીનું આ દીલ,
ભીની માટીની એમાં સોભે સોળમ,
કોરપની વેદનાં થઈ ગઈ છે દુર,
ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ,
બા અદબ, બા મુલાહિજા, હોશિયાર,
ઋતુ "વસંત" આવે છે.

"ચિત" ચગડોળે ચઢી ગયું છે, હવે તો વિરહ પણ બહુંજ ગમે છે.....
બા અદબ, બા મુલાહિજા, હોશિયાર, ઋતુ "વસંત" આવે છે.


"ચિંતન ટેલર"

"પંખી ઉડ્યું ને આવી આજે પાંખો પીંજરાનેય"




રંગ બદલે
વસંતમાં પાંદળાં,
માણસ રોજ.

પંખી ઉડ્યું
ને આવી આજે પાંખો
પીંજરાનેય.

ફૂલે વિચાર્યું
ખુશ્બું તેની નથી,
અને કર્માયું.

"ચિંતન ટેલર"

"ના તેના માટે તો "ચિત" ઈશ્વર થવું પડે"




મને કેટલાક દિવસથી લાગે છે
કે કોઈ મને કઈક કહેવા આતુર છે,

કદંબના વૃક્ષ ઉપર બેઠેલો
મોર મને કઈક કહેશે,
હા, પરંતુ મારે મોર થવું પડશે...

ગુલાબની પાંખડી પરનું
પતંગીયું મને કઈક કહેશે,
હા, પરંતુ મારે પતંગીયું થવું પડશે...

વાદળ પાછળ રહેલી
વીજળી મને કઈક કહેશે,
હા, પરંતુ મારે વીજળી થવું પડશે...

ઝરણાંમાં અવીચળ વહેતું
નીર મને કઈક કહેશે,
હા, પરંતુ મારે નીર થવું પડશે...

પાંદડા પરનું સવારનું
ઝાકળ મને કઈક કહેશે,
હા, પરંતુ મારે ઝાકળ થવું પડશે...

આ દરેકને સમજવા માટે મરે તેમના જેવું
થવું પડશે પણ માનવીને સમજવા મારે
માત્ર અને માત્ર માનવ બનવુંજ પુરતુ છે?

"ના તેના માટે તો "ચિત" ઈશ્વર થવું પડે"

"ચિંતન ટેલર"

"સૌદર્યથી માલામાલ કરી છે..."



તમને શું કહું કુદરતે
કેવી કમાલ કરી છે,

હવામાં તરે છે ચાંદ ને
આકાશમાં વીજળી ધમાલ
સુરજના કિરણો સોનેરી,
અને સંધ્યા લાલમ લાલ કરી છે...

જુદી જુદી રંગ ભાતના
પતંગીયા કર્યા છે,
જુદા જુદા સુગંધના
ફૂલો પુર બાહાર કર્યા છે...

અંધકાર દુર કરવા આગીયા,
શ્વાશ ફેલાવવા પવન,
વરસાદનાં એક સરખા બીંદું
નાની મોટી અવનવી ભાત કરી છે...

આ કર્યું છે, તે કર્યું છે,
અહી કર્યું છે, ત્યા કર્યું છે,
તમને શું કહું "ચિત" કુદરતને
સૌદર્યથી માલામાલ કરી છે...

"ચિંતન ટેલર"

"તેની જીવન રેખા ખુબજ ટુકી હતી....."



એક સવારમાં બારીની ફાટમાંથી,
ઊડીને આવ્યું એક પાંડળું,
પાંડળું ઊડતું ઊડતું આખા ઘરમાં ફર્યું,
ફરતાં ફરતાં વચ્ચે તે મને મળ્યું,
મે તેને હાથમાં લીધું અને ધ્યાનથી જોયું,
ત્યાં વડી મને છોડાવીને તે ફરી ઊડયું,
મે તેને ઊડવાજ દિધું નહી,
તેને ડાબીને પકડ્યું અને તે ચુરો થઈ ગયું,
હાથમાં માત્ર તેની વચ્ચેની રેખા રહી,

અને મે જોયુ.....
"ચિત" તેની જીવન રેખા ખુબજ ટુકી હતી.....

"ચિંતન ટેલર"

"કુદરત શીખવાડી જાય છે"



એક વૃક્ષ બળી જાય છે,
પણ અવાજ કેમ ત્યાથી
કોયલનો સંભળાય છે?

કરોળીયાના જાળા, ચકલીના માળા,
પારધીના તીર, ચીથરાને ભાલા,
ફાટેલો પતંગ, ખીસકોલીનાં બચ્ચાં,
માતાની ચુંડળી, સવિત્રીનાં દોરા,
કંકુના ચાંદલા, હીચકાના દોરડા,
પ્રેમીઓના નામ, ચકલીનાં ઈંડા,
ભડકે બળે છે અહી મોરનાં પીંછા,
ગોવાળની વાંસળી, ગોપીના ચાંદલા,
થડની ડાળખી અને, ડાળખીનાં પાંદળાં,
લીલી વાળીયું થશે વેરાન એક રાતમાં,

ડોળો કોઈ બચાવો તેને,
અડધી જુવાની બાકી છે છતા
અકાળે કેમ ગુંગળાય છે?

લાગણીનાં એવા કેવા તાણા વાણા,
વૃક્ષની સાથે પોતે પણ
કેમ બળી મરી જાય છે?

કેટલી વસંતો, કેટલાં વર્ષો,
કેટલી વધી મમતાંની ગાંઠો,
કુદરત શીખવાડી જાય છે અને,
"ચિત" માનવીતો માત્ર દુભાવે છે...

"ચિંતન ટેલર"

"સપનાને હોય નહી માઝા"



સપનાને હોય નહી માઝા,
રે તોય મારા સપના ઓછા છે
નથી ઝાઝા,
મળે નાનકડી કેડી,
લઉ શિશુ સમ તેડી,
આપણું જ રાજ અને
આપણે જ રાજા,
પ્રાણ ભરી પ્રીત મળે,
ગાવાને ગીત મળે,
હોઠ પર "ચિત" સ્મિત તણા
ફૂલ ખીલે તાજા...

"ચિંતન ટેલર"

"વસંત ઋતુ કઈ નજીકમા જ છે..."



પતઝરની કોઈ મોસમ હોય?
અરે એ તો રોજ બરોજ
જોવા મળતી હોય છે,
તેની કોઈ જુદી મોસમ ન હોય,
જ્યારે પણ બે દીલો વચ્ચે
કળવાસ જોવા મળે ત્યારે
સમજી લેવાનુકે પાનખરની
ઋતુ ચાલી રહે છે,
તેવીજ રીતે હેમંત ઋતુમાં
બન્ને હૈયા એક બીજાથી
અલકમલકની વાતો કરતા
જોવા મળે છે,
શીશીર ઋતુનું તો વર્ણન શું કરાય?
પણ જ્યારે બે હૈયા એકબીજાની
હુફથી એક બીજાને તાઢક આપતો
હોય ત્યારેજ શીશીર ઋતુ,
અને જ્યારે બે જુવાન હૈયા
એક મેકને પોતાને કહેવાની વાત
મનમા સમજે અને જ્યારે
એક મીનીટનો પણ વિરહ અસહ્ય
લાગે ત્યારે આંખ મીંચીને માનવુંકે "ચિત"
વસંત ઋતુ કઈ નજીકમા જ છે...

"ચિંતન ટેલર"

Tuesday, December 28, 2010

"મેં"



મેં ધરા મે હું,
મેં ગગન મે હું,
મેં ફીઝા મે હું,
મેં ચમન મે હું,
મેં મનન મે હું,
મેં નમન મે હું,
મેં યહા ભીં હું,
મેં વહા ભીં હું,

મેં જહા ભીં હું, બસ મેં હી મેં હું,
ચારો તરફ બસ મેં હી મેં હું,

વફા મે મેં હું,
સમા મે મેં હું
હસી મે મેં હું,
ખુશી મે મેં હું,
યાદો મે મેં હું,
ખુશ્બું મે મેં હું,

જીંદગી કે હર એક લમ્હે મે મેં હું,
જીધર ભી દેખો મેં હી મેં હું,

પ્યાર મે મેં હું,
આકાર મે મેં હું,
તકરાર મે મેં હું,
ઈનકાર મે મેં હું,
આસ મે મેં હું,
વ્યાસ મે મેં હું,
આભાસ મે મેં હું,
અહેસાસ મે મેં હું,

હર રિશ્તે કી આધાર મે મેં હું,
મેં હી મે હું, બસ મેં હી મેં હું,

મેં નહી તો કુછભી નહી,
મેં, બસ ઈસ દુનિયાં મે,
મેં કે સીવા કુછભી નહી,
મેં હું તો યે હે,
મેં હું તો વો હે,
મેં હું તો તુમ હો,
મેં હું તો "મેં" હું,

બસ મેં હી મેં હું, મેં હી મેં હું,
મેં હી મેં હું, "ચિત" બસ મેં હી મેં હું...

"ચિંતન ટેલર"

Tuesday, November 16, 2010

"શહેરમાં પાણી કે પાણીમાં શહેર"



મારા શહેરમાં પાણી હસવાની વાત નથી,
પાણી મારા ઘરમાં હસવાની વાત નથી,
આજવામાં પાણી, વિશ્વામિત્રીમાં પાણી,
ઘરમાં પણ પાણી, અને પાણીમાં ઘર,
પાણી મારી આંખોમાં, પાણી મારી રાતોમાં,
જ્યાં જુઓ ત્યાં, બસ પાણીજ પાણી,
ઊપર પાણી, નીચે પાણી,
ડાબે પાણી, જમણે પાણી,
આગળ પાણી, પાછળ પાણી,
ચારે તરફ બસ પાણીજ પાણી,
મારા હાથમાં પાણી, મારા માથામાં પાણી,
મારા સપનાંમાં પાણી, કંઈ હસવાની વાત નથી,
મારા શહેરમાં પાણી, કંઈ હસવાની વાત નથી,
મારા હ્યદયમાં પાણી, "ચિત" હસવાની વાત નથી,

શહેરમાં પાણી કે પાણીમાં શહેર…

"ચિંતન ટેલર"