Wednesday, September 28, 2011

"ઉંબરો"



એક જમાનાથી ચોકી કરે છે જે શુરો,
સીત્તેરમાં પ્રવેશ્યો અમારા ઘરનો ઉંબરો...

ઉંબરો એટલે ઈજ્જતનો રક્ષક,
ઉંબરો એટલે મર્યાદા,
ઉંબરો એટલે લક્ષ્મણ રેખા,
ઉંબરો એટલે વૈભવ,

ઘણી વાર ઠોકર મારતો,
ઘણી વાર ખોળે બેસાળતો,
હસવાની ખુશીઓ લાવતો,
ગમમાં પણ સાથ નીભાવતો,

નવોધાનો સત્કાર થતો એ ઉંબરો,
વર્ષોથી અડીખમ અમારા ઘરનો ઉંબરો
સીત્તેરમાં પ્રવેશ્યો અમારા ઘરનો ઉંબરો...

"ચિંતન ટેલર"

નાનપણમા દાદાના ઘરે બા રોજ ઉંબરાની પાણી, કંકુ, કરોટી, અબીલ અને ગુલાલથી પુજા કરતા, એવું દરેકના ઘરમાં થતું, બસ આજે તે યાદ આવી ગયું, હવે તો ઘર હોય છે આલીશાન પણ ઉંબરો ક્યાં જોવા મળે છે?
ખરેખર ઉંબરા દોહ્યલા થતા જાય છે!!!

Friday, September 23, 2011

"દર્દનો વેપાર ન કર"



છલકાઈ જાય છે ખોબો મારો આશુંથીજ,
તું ભર ઉનળે માવઠાનો પ્રહાર ન કર.

રતુંબળી લાલીમાં પથરાય છે આકાશમાં,
તું આંખને બંધ કરીને અંધકાર ન કર.

જો તું નદી છે તો હું પણ સમંદર છું,
તું મુજથી છટકવાનો કોઈ વિચાર ન કર.

દીલમાં દર્દ હોયતોજ બને છે શાયરીઓ,
તું આવા મનના વહેમનો સંચાર ન કર.

હશે પ્રેમ દુનિયામાં ભગવાનથી પણ મહાન,
તું દરેકને દીલ આપી દર્દનો વેપાર ન કર.

લાખો સમણા છે લાખોની આંખોમાં "ચિત"
તું સપના જોવામાં ઈચ્છાને નિરાકાર ન કર.

"ચિંતન ટેલર"

Thursday, September 22, 2011

"આપણો સંબંધ પાંગરે"



બીજ માથી છોડ, છોડ માથી વૃક્ષ, ડાળ પર્ણ,
બસ એવીજ રીતે આપણો સંબંધ પાંગરે છે...

"ચિંતન ટેલર"

"પ્રાણ જોઈએ તો લે"



ના રસ્તા મળે છે , ના મંજર ...
જીંદગી તો થઇ ગઈ છે સાવ બંજર .

રણ તો ટેવાયેલું હોય છે વિરાન રહેવા,
મન ને ટેવાવું પડે છે એકલતા માં.

સામાન લઈ અને નીકળ્યો ઘરની બહાર,
હું ખુદનેજ ભુલી આવ્યો ઘરમાં નીરાધાર.

દુખનો સોખ કેવો કરવો સુખની ખુશી કેવી,
ઘરથી જવું ચિતામા, આજ કેવી કાલ કેવી.

હાલ સુધીનો અનુભવ હારી ચુક્યો છું છતા,
પ્રાણ જોઈએ તો લે બમણુ રમુ જુગારમાં.

સુંદરતાની ઓટ સાથે પ્રેમમા પણ આવે ઓટ,
ખજાનો ભર્યો છતા ઈચ્છા નીરાકાર આવે છે.

"ચિંતન ટેલર"

Friday, September 16, 2011

"વિશ્વાશ ના હોય તો શું કરું?"



તું આવે તો દુનિયા આખી છોડી દઉ પલકવારમાં,
તને તારા ઉપરજ વિશ્વાશ ના હોય તો હું શું કરું?

"ચિંતન ટેલર"

Wednesday, September 14, 2011

"તોફાન જો કેવું ફેલાયું"



તોફાન જો કેવું ફેલાયું બેવ તરફથી શું કહુ?
ના ભગવાન રોકી શકે ના કોઈ માણસજાત.

"ચિંતન ટેલર"

"હું કશુંજ બોલી સકતો નથી"



વાતો ફેલાઈ રહી છે મારા નામની દુનિયામાં,
સત્ય તો એ છે કે હું કશુંજ બોલી સકતો નથી.

"ચિંતન ટેલર"

Tuesday, September 13, 2011

"જિંદગી બસ જાય છે"



આટલે દુર પહોચ્યાં પછી એટલુ સમજાય છે,
કોઈ ઈશ્વર જેવું નથી અહી, જિંદગી બસ જાય છે...

"ચિંતન ટેલર"

"એક શ્યામ નીકળવા વગર બીજો જાય થોળી"



મારી આંખોમા કેમ કરીને મેશ આંજુ સખી,
એક શ્યામ નીકળવા વગર બીજો જાય થોળી...

"ચિંતન ટેલર"

"કહો ધુમધામથી આવે"



અમે બનાવ્યું છે એક આલીશાન ઘર ફરીથી,
કોઈ તોફાનોને જઈ કહો ધુમધામથી આવે...

"ચિંતન ટેલર"

Monday, September 12, 2011

"સહદેવનુ જ્ઞાન"



આટલાં ભર્યા નીર પણ પાઈ શકાય નાં,
જાણે સહદેવનુ જ્ઞાન જાણી શકાય નાં...

"ચિંતન ટેલર"

"બેફામ કરી દે"



સાકી પ્યાલીને રહેવાદે બાજુમાં આજે તું,
નજરોથીજ નજર મીલાવ, બેફામ કરી દે...

"ચિંતન ટેલર"

Sunday, September 11, 2011

"એકજ ચરણે ઊભો રાજાજી"



ચાળીશ હજાર દેશ આપો રાજાજી,
દુર્યોધને ધુણાવ્યું શીષ રાજાજી.
તો આપો હજાર વીસ રાજાજી,
દુષ્ટે દર્શાવ્યું દુઃખ રાજાજી.
આપો દસ હજાર રાજાજી,
વધસે યસ તમારો રાજાજી.
આપો હજાર એક રાજાજી,
ખેચી ન પકડો છેક રાજાજી.
પ્રભું ઓછું અઓછું માંગે રાજાજી,
પાપીને સારું લાગે રાજાજી.
પ્રભું કહે પચાસ દેશ આપો રાજાજી,
બસ હવે વેણ સ્થાપો રાજાજી.
જેમ જેમ ઓછું સુણાવે રાજાજી,
માંકડો માથું ધુણાવે રાજાજી.
નહી આવે ઉની આંચ રાજાજી,
છેવટે આપો રાજ્ય પાંચ રાજાજી.
તવ બોલ્યો દુર્યોધન રાય રાજાજી,
સાંભળો તમે જગજીવન રાજાજી.
દીધે નથી કોઈ ધર્મ રાજાજી,
પણ મને તમારી શરમ રાજાજી.
કર્ણ લખી આપો પાંચ દેશ રાજાજી,
થાય ન કોઈ કલેશ રાજાજી.
અંતરયામી લખાવવા બેઠા રાજાજી,
લખવાં બેઠા કર્ણ રાય રાજાજી.
કલમ ગ્રહી લખવા બેઠા રાજાજી,
ત્રાંબાના પત્રે લખાવે રાજાજી.
આગ્રા અને લખો બંગાળ રાજાજી,
લખો કર્ણ કાશી દેશ રાજાજી.
હસ્તિનાપુર અને મારવાળ રાજાજી,
કર્ણે લખ્યા તે વાર રાજાજી.
પછી મુખમાં કલમ મુકી રાજાજી,
મસ્તક ઉપર ખડીયો રાજાજી.
સભાની વચમાં પતરું લઈ રાજાજી,
એકજ ચરણે ઊભો રાજાજી...

"ચિંતન ટેલર"

Wednesday, September 7, 2011

"ચાંદની બહોળાય છે"



હું કહુ છું કે પ્રેમ થઈ જાય છે,
તું કહે છે આજ તો વ્યવહાર છે.

દુશ્મનો દોસ્તોમા ભળી જાય તો,
દુશ્મનોનો પણ ભરોશો થાય છે.

ચાંદનીમાં નીકળેજો તું ક્યાંક તો,
લોકો કહેશે ચાંદની બહોળાય છે.

"ચિંતન ટેલર"

Tuesday, September 6, 2011

"મારી સ્થિતિ"



મારી સ્થિતિ હમણા હમણા કોલંબસ જેવી જ છે,
ઘરેથી નિકળુ તો ખબર નથી કે ક્યાં જવું છે,
અને ઘરે પાછો ફરૂ તો ખબર નથી કે ક્યાં ગયો હતો...

"ચિંતન ટેલર"

Sunday, September 4, 2011

"હું મારીજ અંદર મુજને શોધું અપાર"



આ કોણ અહીં બજાવે જીવન સિતાર?
નથી એમાં કોઈ સૂર, લય કે તાલ...

કોઈ શોધતું આવે દસ્તક દઈ બારણે,
હું મારીજ અંદર મુજને શોધું અપાર...

માણસ ના મળે ખુદા મળી જશે અહીં,
સામે ચાલીને મુજપર ના કર ઉપકાર...

રંજ છે, દુઃખ છે, ઈચ્છા છે, આશા પણ છે,
"ચિત" અહી ક્યાંથી આટલા મહેમાન પારાવાર...

"ચિંતન ટેલર"

Thursday, September 1, 2011

"બીજી જિંદગી ન મળે તોય શું?"



મન મુજબની જિંદગી મળે તોય શું?
પાનખરમા પાન લીલું મળે તોય શું?

નશીબ-રેખા આગળ માનવીનું ચાલે શું?
પછી ત્યાં હાથ હોય કે ન હોય તોય શું?

કબર પર રોજ ફૂલો ધરાવીને ફાયદો શું?
એમાથી શ્વાશ સંભળાતો હોય તોય શું?

જીવે તો નળતા રહે, મરે તો મળતા નથી,
એવું કહેનારા ખુદ ઘરમાં જ મળે તોય શું?

જેટલું પણ જીવો ઉત્સવ મનાવતા જીવો "ચિત"
જિંદગી જીવવા બીજી જિંદગી ન મળે તોય શું?

"ચિંતન ટેલર"