Monday, May 16, 2011

"આંખ ઈશારે આશ આપવાનું બંધ કર"



આંખ ઈશારે આશ આપવાનું બંધ કર,
સામે ચાલીને હાથ આપવાનું બંધ કર.

ક્યાં સુધી ચાલસે બસ આવી રીતેજ પ્રેમ,
કાગળની હોળી દરિયામાં તરાવવાનું બંધ કર.

દરવાજા બંધ થઈ જવાની બીક હોયતો,
આમ ક્ષણોનાં મહેલમાં જવાનું બંધ કર.

લાગતી નથી કોઈની નજર આમજ જોવાથી,
તું જરા પાપણો પલકારવાનું બંધ કર.

કોઈક દી આવીશું ફુરસદથી આપનાં ઘરે,
આમ વારંવાર દરવાજા ઉઘાડવાનું બંધ કર.

જો તું ના જાણતી હોય જીંદગીનું ગણીત તો,
આમ ખોટે ખોટા દાખલા ગણવાનું બંધ કર.

જુદાઈ સહેવાની ટેવ ઘણી છે અમને આમતો,
તું બસ આમ સપનામાં આવવાનું બંધ કર.

તારી આંખો કહી દે છે ઘણુ બધું, તને ખબરછે?
હસતો ચહેરો રાખી દુઃખ છુપાવવાનું બંધ કર.

સાત જનમ એ કાઈ નાની સુની વાત નથી,
તું આવી રીતે મને રાહ જોવળાવવાનું બંધ કર.

ચાંદ પણ ઝાંખો લાગે છે રૂપની આગળ તારા,
તું પુનમની રાતમાં બહાર નિકળવાનું બંધ કર.

ઊંડો સમંદર છે પ્રેમનો આ સરોવર નથી,
તું બસ આમ લહેરો પર દોળવાનું બંધ કર.

યાદતો એને કરીયે જે કદી ભૂલાયા હોય "ચિત",
આમ સામે ચાલીને યાદ આવવાનું બંધ કર.

આંખ ઈશારે આશ આપવાનું બંધ કર,
સામે ચાલીને હાથ આપવાનું બંધ કર.

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment