Monday, May 16, 2011

"આંખ ઈશારે આશ આપવાનું બંધ કર"



આંખ ઈશારે આશ આપવાનું બંધ કર,
સામે ચાલીને હાથ આપવાનું બંધ કર.

ક્યાં સુધી ચાલસે બસ આવી રીતેજ પ્રેમ,
કાગળની હોળી દરિયામાં તરાવવાનું બંધ કર.

દરવાજા બંધ થઈ જવાની બીક હોયતો,
આમ ક્ષણોનાં મહેલમાં જવાનું બંધ કર.

લાગતી નથી કોઈની નજર આમજ જોવાથી,
તું જરા પાપણો પલકારવાનું બંધ કર.

કોઈક દી આવીશું ફુરસદથી આપનાં ઘરે,
આમ વારંવાર દરવાજા ઉઘાડવાનું બંધ કર.

જો તું ના જાણતી હોય જીંદગીનું ગણીત તો,
આમ ખોટે ખોટા દાખલા ગણવાનું બંધ કર.

જુદાઈ સહેવાની ટેવ ઘણી છે અમને આમતો,
તું બસ આમ સપનામાં આવવાનું બંધ કર.

તારી આંખો કહી દે છે ઘણુ બધું, તને ખબરછે?
હસતો ચહેરો રાખી દુઃખ છુપાવવાનું બંધ કર.

સાત જનમ એ કાઈ નાની સુની વાત નથી,
તું આવી રીતે મને રાહ જોવળાવવાનું બંધ કર.

ચાંદ પણ ઝાંખો લાગે છે રૂપની આગળ તારા,
તું પુનમની રાતમાં બહાર નિકળવાનું બંધ કર.

ઊંડો સમંદર છે પ્રેમનો આ સરોવર નથી,
તું બસ આમ લહેરો પર દોળવાનું બંધ કર.

યાદતો એને કરીયે જે કદી ભૂલાયા હોય "ચિત",
આમ સામે ચાલીને યાદ આવવાનું બંધ કર.

આંખ ઈશારે આશ આપવાનું બંધ કર,
સામે ચાલીને હાથ આપવાનું બંધ કર.

"ચિંતન ટેલર"

"ભલે તું આવે કે ના આવે"



પ્રિયે,
ઝટ જણાવવાનું કે,
શ્વાશ હજુય તારા નામથી ચાલે છે,
હ્યદય હજુય તારા નામથી ધડકે છે,
આંખો હજુય તારી રાહ જુએ છે,
વરસાદ હજુય વરસે છે,
પણ સાથે એ પણ જણાવવાનું કે,
હવે રાત એકલા જતી નથી,
પંખીઓ હવે ગીત ગાતા નથી,
વસંત હવે આવતી નથી,
પણ,
તારી રાહ ત્યારે પણ જોતો હતો,
તારી રાહ હમણા પણ જોઊ છું,
અને તારી રાહ હંમેશા રહેશે,
ભલે તું આવે કે ના આવે...

"ચિંતન ટેલર"

"તે કૃષ્ણની પ્રથમ પ્રિત હતી"



તમે ક્યારેક કૃષ્ણની સાથે રૂક્ષમણીની મુર્તી જોઈ છે?
"તે કૃષ્ણની પટરાણી હતી"

તમે ક્યારેક કૃષ્ણની સાથે લક્ષમીની મુર્તી જોઈ છે?
"તે કૃષ્ણની અર્ધાગીની હતી"

તમે ક્યારેક કૃષ્ણની સાથે મીરાની મુર્તી જોઈ છે?
"તે કૃષ્ણની દીવાનની હતી"

પરંતુ તમે કૃષ્ણને રાધાની હાથોમાં હાથ પરોવીને
ઉભા હોય તેવી અનેક મુર્તીઓ મંદીરમાં જોઈ છે.

રાધા કૃષ્ણની પટરાણી ન હતી, કે ન હતી અર્ધાગીની,
કે પછી દીવાની પણ ન હતી,

તે હતી કૃષ્ણની બાળપણની પ્રીત,
એટલેજ તો તે કૃષ્ણને વધુ પ્રિય હતી,
તે કૃષ્ણની પ્રથમ પ્રિત હતી.

આજના જમાનામા પણ જે લોકો બે પ્રેમીઓના સંબંધને ગણતા નથી તેમણે પણ રાધા-કૃષ્ણ ના સંબંધનો સ્વિકાર કર્યો છે.

"ચિંતન ટેલર"

"જો તું મને મળી જશે"



મોરપીંછ આંખો સામે રાખી,
મોર ચિતરવા બેઠો,
આંખો સામે છલકતો જામ રાખી
બેહોશ થવા બેઠો,
નયન જો ઈસારો આપે તો
ઘાયલ થઈ જઈશું,
તમે બસ "પ્રેમ છે" કહેશો તો
પાગલ થઈ જઈશું,
પરવાનાની જ્યોત બુજાઈ ગઈ
અને હું જોતો રહી ગયો,
ગ્રીષ્મમાં નૈનો વરસતા હતા
અને હું જોતો રહી ગયો,
તારી આંખો સુંદર છે એવું
લોકો કહે છે,
તારા હોથ કોમળ છે એવું
લોકો કહે છે,
તને અને તનેજ પ્રેમ કરીશ
જો તું મને મળી જશે,
ભગવાન પાસેથી બીજી જીંદગી ઉધાર માંગીશ
"ચિત" જો તું મને મળી જશે.

"ચિંતન ટેલર"

"હું તારીજ રાહ જોતો હતો"



બે હાથ ઉગાળીને બેઠો છું,
એક વાર અહી આવીતો જો,
હું ક્યાં તારી રાહ જોઉ છું...

ઉગાળી રાખ્યા છે મે બન્ને દ્વાર,
તારી યાદો પર સવાર બેઠો છું જો,
હું ક્યાં તારી રાહ જોઉ છું...

આંખો બંધ તો તારુંજ સ્મરણ,
ખુંલી આંખે તારો ચહેરો દેખાય છે જો,
હું ક્યાં તારી રાહ જોઉ છું...

હાથ ઉપર છે નામ તારું,
તારા પગરવ સાંભળવા આતુર બેઠો છું જો,
હું ક્યાં તારી રાહ જોઉ છું...

હાથોમાં પુષ્પમાલા, હૈયામાં તારું નામ,
બળબળતી બપોરે તારું વર્ષા જેવુ આગમન જો "ચિત",
હું તારીજ રાહ જોતો હતો...

"ચિંતન ટેલર"

"યાદોની સવારી તારી ગલીયોમાંથી આવી છે"



હું છું, તું છે, અને તનહાઈ છે,
દુનિયા મારી તારામાજ સમાઈ છે.

સુખનો સામનો હવે તો અઘરી વાત છે,
છાયો છે ઓછો અને વળી તળકામાં લપેતાયો છે.

રડી પડ્યો હોત વરસાદ પણ મારી સાથે,
વાદળ મારા એ પ્રેમભાવથી અજાણ છે.

પલકોને બંધ કરીને અંધારું કરી દીધું તેમણે,
દુર મારો ક્ષિતિજ સુધી અંધકાર ફેલાયેલ છે.

શ્વાસે શ્વાસે તારી સ્મરણ ભીંજવે છે મને "ચિત",
યાદોની સવારી તારી ગલીયોમાંથી આવી છે.

"ચિંતન ટેલર"