Friday, July 9, 2010

"મુસાફીર મંઝીલથી ડરવા લાગે "



ચાંદ જેવો ચહેરો લઈ જો એ જાહેરમાં ફરવા લાગે,
તો જમીનને આસમાન સમજીને સિતારાઓ ખરવા લાગે.

નીકળી બજારમાં પલકો ઉઠાવી નજર જો આમ-તેમ ફેરવી લે એ,
તો નશાથી ડરવાવાળા પણ શરાબમાં તરવા લાગે.

ઝરુખે આવી સજાવો છો ઝુલ્ફો પણ મંદિર છે ગલી નાકે,
છોડી પૂજાને, ઘર નીચે તમારા, પૂજારીઓના ફરવા લાગે.

મંઝીલે નીકળેલા મુસાફીરને "ચિત" સાથ મળી જાય સફરમાં આપનો,
આપના સાથની આદતનો મુસાફીર મંઝીલથી ડરવા લાગે.

"ચિંતન ટેલર"

1 comment:

  1. સુંદર વણૅન...
    really very very nice
    But..

    like this way
    tamri kalpana na badly te rite line riythm set kari chhe like this way.

    ચાંદ જેવો ચહેરો લઈને જો તેઓ જાહેરમાં ફરવા લાગે,
    તો જમીન ને આસમાન સમજી ને સિતારાઓ ખરવા લાગે.

    નીકળી બજારમાં પલકો ઉઠાવી આમ-તેમ ફરવા લાગે
    તો નશાથી ડરવાવાળા પણ શરાબમાં નશામાં તરવા લાગે.

    ઝરુખે આવી ને જો તેઓ સજાવવા ઝુલ્ફો પણ લાગે,
    તો પુજારીઓ ને ઝરૂખામાં જ સાક્ષાત પૂજા ફળી એમ લાગે.

    મંઝીલે નીકળેલા "ચિત" ને સફરમાં સાથ મળવા લાગે
    તો આપના સાથની આદતનો મુસાફીર મંઝીલથી ડરવા લાગે.
    ...

    આપ સુંદર લખો છો આપના વિચારો પણ સરસ છે એટલે જ શબ્દોની ગોઠવણી કરો.રીદીફ અને કાફીયા નું પણ બંધ બેસાડો તો પંકિતી જોરદાર અસર મુકશે.ભલે થોડી વાર લાગે બ્લોગ પર મુકતા પણ કાળજી થી મુકો...દોસ્ત સાગરમાંથી છીપલા નહી મોતી ખોળી આપો..
    ખોટુ લાગે તો માફ કરજો, પણ આપનો બ્લોગ હજી પણ સુંદર થઈ શકશે.
    i am not perfect. but person is student for whole life.. so we are students.....
    *
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    * * *
    shilpa prajapati....

    ReplyDelete