Thursday, July 8, 2010

"અધુરી બૂમ પાડીને મને પાછો વાળી દો"



કદમો દૂર જાય આ મારા તે પહેલા બોલાવી લો,
અધુરી બૂમ પાડીને મને પાછો વાળી દો.

ક્યરેક મન થાય કે દરિયામાં છુપાઈ જઉં,
રૂપ ત્યારે ધરીને મોજાનું આવો ને પલાળી દો.

આવું નહી જો નીકટ તમારી, વ્રુક્ષ માફક સ્થિર થઈ,
બનીને વીજળી મારી પર પડો, પડી ને બાળી દો.

ડરી જઈને ક્યાંક હું રમવાનું છોડું પહેલા,
હ્યદય ચોરી હરાવો ક્યાં "ચિત" હ્યદય આપી જીતાડી દો.

"ચિંતન ટેલર"

1 comment:

  1. કદમો દૂર જાય આ મારા તે પહેલા બોલાવી લો,
    અધુરી બૂમ પાડીને મને પાછો વાળી દો.

    ડરી જઈને ક્યાંક હું રમવાનું છોડું પહેલા
    *
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    * * *

    ReplyDelete