Tuesday, July 6, 2010

"ચિત ફરે છે આમ-તેમ"



આ નયન નીરખે એમને એ નીરખે છે આમ-તેમ,
પ્રશ્ન કરે મન મારું કે થાય મારી સાથે આમ-કેમ.

આપની ઝુલ્ફોના અંધારામાં ખોવાયું તે મળતું નથી,
છે ચિરાગ મારા હાથોમાં પણ રોશની છે આમ-તેમ.

ચાંદો જોઈને સુઈ ગયાં અને રાત્રે જોયાં સપનાં તમારાં,
સવારનો સૂરજ ઊગ્યો ને સઘળાં સપનાં આમ-તેમ.

હાથ થામી ના શકો તો આંગળી તો ચીંધી દેજો,
મારગ તો સીધો સરળ છે પણ પગલાં પડે છે આમ-તેમ.

ક્યારેક તમને ભૂલી જવાય તો ક્યારેક યાદ કરી લઈએ,
ઘડિયાળના લોલકની માફક "ચિત" ફરે છે આમ-તેમ.

"ચિંતન ટેલર"

1 comment: