Wednesday, July 28, 2010

"અમે દરિયો બનીને છલકાયા-છલકાયા"



સમજતાં હતાં જે ને સુંદરને સરળ, ઘડીતે બની ગઈ સમસ્યા-સમસ્યા,
મુલાકાત હવે તો માંગી રહી છે, કઠીન કોઈ અમારી તપસ્યા-તપસ્યા.

મૃગજળ માણી ને એ તરસ્યા રહ્યા તો અશ્રૃ અમારા જ પીધા કર્યા,
છતાં પણ કહે છે હજુ છે તરસ, અમે વાદળ બનીને વરસ્યા-વરસ્યા.

શોધી રહ્યા છે ક્ષણો વીતેલી ચમકતાં આગિયાના અજવાળામાં,
જ્યોતિ બની ને કહે છે સળંગ અમે દાવાનળ થેઈ ને સળગ્યા-સળગ્યા.

છલકાય નહિ, કૂવા અને વાવ પણ છલકાય લાગણી અને "ચિત" પણ,
ઘડો બનીને કહે એ છલક, અમે દરિયો બનીને છલકાયા-છલકાયા.

"ચિંતન ટેલર"

1 comment: