હાથોમાં એમનો હાથ છે, પણ યોજનોની દૂરી છે,
પોતાના માની લેવાની સમજણ હજુ અધુરી છે.
સ્મિતની પાછળ છુપાવો નહી રહસ્યો ઘણા અવગણનાના,
મિલન તમારું એવુ વિતે કે લાગે મળવું કોઈ મજબૂરી છે.
બનીને પાગલ જે સુવાસો પાછળ ભટકે વન માં વગડામાં,
તે મન મૃગલું શું જાણેકે નાભી માં કસ્તુરી છે.
કહો છો આવજો અધિરા બનીને આવીશું તો આવકારશો શું?
એક હ્યદય ને આવકારવા "ચિત" એક હ્યદય જરુરી છે.
"ચિંતન ટેલર"
વાહ ! એક હ્યદય ને આવકારવા એક હ્યદય જરુરી છે.
ReplyDeleteસવાલ એ જ છે કે શું તમે હ્યદયથી આવકારો છો ખરાં ?
આવકારી શક્શો ખરાં ?
બાકી તો કહ્યું છેને કે...
એ આંખોની હશે પ્યાસ,
જે અશ્રુ બની વહી નીકળી;
નયનમ્રૂગ મરિચિકાને ઝંખતું હતું !
vaah!
ReplyDeleteપોતાના માની લેવાની સમજણ હજુ અધુરી છે.
ReplyDeletereally nice one ...
aakhi rachana saras chhe..
http:shil1410blogspot.com/