Saturday, July 10, 2010

"નજર ફેરવી સમંદર પર લાવી ના દેતાં ભરતી"



ખુલ્લાં કદમો એ ચાલ્યા કરો, મહેકી ઉઠે આ ધરતી,
નજર ફેરવી સમંદર પર લાવી ના દેતાં ભરતી.

બદલાયેલો છે રંગ ચમનનો તમારી હાજરીથી,
કળીઓ પણ આજે ખીલી ઉઠી છે ઝુલ્ફોને તમારી સ્પર્શી.

ધરા પર હરીફ જોઈ ચંદ્રનો, ઈર્ષા કરે છે ચાંદની,
અમર થઈ જાશે ખરતો સિતારો તમારી એક નજરથી.

દેખી તમારી આંખોની મસ્તી, વાદળ પણ જાય વરસી,
તમારી એક ઝલકને કાજે "ચિત" નજરો છે તરસી-તરસી.

"ચિંતન ટેલર"

1 comment:

  1. nice..
    *
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    ReplyDelete