વાત વાતમાં ક્યારેક જો એમની વાત નીકળે,
તો એમની એક જ વાતમાં આખી રાત નીકળે.
કંટકને ફૂલ સમજીને અમે તો સફર વીતાવી દઈશું,
મારગમાં મારા એમના જેવો કોઈ સંગાથ નીકળે.
કરો જ્યારે કત્લ તમે નયનથી અને પુછે જો કારણ કોઈ,
તો તે ક્ષણે મુખમાંથી શબ્દો માત્ર આપઘાત નીકળે,
જિંદગીને સાચવી લઈશું અમે પણ આવતીકાલથી,
એમના વિરહની આજે જો છેલ્લી ઘાત નીકળે.
નશીબના નીકળે અને એક આશા અધુરી રહી જાય જો "ચિત",
તો ડોલી તમારી અને ઠાઠડી અમારી સાથ સાથ નીકળે.
"ચિંતન ટેલર"
Really nice one.aakhi racahna bhu j saras chhe.
ReplyDeleteline rytham jadvai hot to haji pan jordar lagat
like this way.....
તે મરણ પછી કફન આવીને ઊઘાડી જુએ એકવાર,
ને મરણના સમાચાર મારા ખોટા નીકળે.
shilpa.
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/