Sunday, July 4, 2010

"કાં વરસો કાં વિખેરાઈ જાઓ"



વાદળ બનીના તરસાવો, કાં વરસો કાં વિખેરાઈ જાઓ,
હર ક્ષણ નજરની સામે રહો, કાં તો પછી વિસરઈ જાઓ.

સાગરની સુંવળી રેતીમાં દોરુ જો ચિત્ર તમારું,
તો ચિત્રમાં પ્રત્યક્ષ થાઓ, કાં તો મોજા થી ભુંસાઈ જાઓ.

ખીલ્યા છો પુષ્પ થઈને જો અમારા જીવન રણમાં,
ખુશ્બુથી ભરી દો સ્વાસો ને, કાં તો પછી કરમાઈ જાઓ.

બંધન બાંધ્યા છે નજરોના તો સંબંધ સાધીને શબ્દોના "ચિત",
સમજી લો અમારી વફાઓને, કાં બે-વફાઓમાં જોડઈ જાઓ.

"ચિંતન ટેલર"

2 comments:

  1. nice one...


    સાગરની સુંવળી રેતીમાં દોરુ જો ચિત્ર તમારું,
    તો ચિત્રમાં પ્રત્યક્ષ થઓ કાં તો મોજા થી ભુંસાઈ જાઑ.

    ખીલ્યા છો પુષ્પ થઈને જો અમારા જીવન રણમાં,
    ખુશ્બુથી ભરી દો સ્વાસો ને કાં તો પછી કરમાઈ જાઑ.

    bevafa aha na gamu a jara vafa sari..
    ..
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    ReplyDelete
  2. arre aa to ati sundar lakhelu che dost'CHITT'...
    mind blowing...

    ReplyDelete