Monday, June 13, 2011

"તારા સ્પર્શથી "ચિત" પથ્થર પણ પારસ લાગે"



તારા વિરહની પળ જાણે વરસ લાગે,
જોઈને તને પાણીનેય તરસ લાગે.

તુ જો હોય તો જીવન કેવું સરસ લાગે,
પાણી લાગે મદીરા, ઝેર પણ ચરસ લાગે.

તુ જો નીકળે રાતમાં તો રાત પણ દિવસ લાગે,
તારા સ્પર્શથી "ચિત" પથ્થર પણ પારસ લાગે.

"ચિંતન ટેલર"

"મૃત્યુના તે પારખા હોય નહિ"



એમ ઝેરના તે કાઈ પારખા હોય નહિ,
વ્હાલાએ ભરેલા ધાવણમાં ખોટ હોય નહિ.

પ્રેમમાં પાગલ બની જાય છે લોકો ખબર છે?
એમ પ્રેમના તે પારખા હોય નહિ.

મારી લખેલી કવિતાઓ મારી પોતાનીજ છે,
તેને બીજાની ગણી લેવામાં સમજણ હોય નહિ.

જીંદગી આખી જીવી નાખી "ચિત" મ્રુત્યુંની સોડમાં,
પછી થયું કે જવાદે, મૃત્યુના તે પારખા હોય નહિ.

"ચિંતન ટેલર"

"મૃત્યુની જાહેરાત થઈ ચૂકી"



મૃત્યુની જાહેરાત થઈ ચૂકી,
હવે તો જીવવા દો શાનથી.
શું કામ પાછળ પડ્યા કરો છો,
હવેતો થોડુક મરવાદો આરામથી.

મ્રુત્યુની જાહેરાત થઈ ચૂકી...

મ્રુત્યું પછીનું જીવન પણ જોવુંજ છે,
રાહમાં રોડા ના નાખો શરૂઆતથી.
થોડુક હરવા દો, થોડુક ફરવા દો,
થોડુક થોડુક રડવાદો અરમાનથી.

મ્રુત્યુની જાહેરાત થઈ ચૂકી...

મારા અંત બાદ જમાનો યાદ કરશે,
એવુંતો કાઈક કરવાદો અભિમાનથી .
ફરી મળશે જીવન તો ફરીથી આવશું,
"ચિત" હમણાતો મરવાદો મુસ્કાનથી.

મ્રુત્યુની જાહેરાત થઈ ચૂકી...

"ચિંતન ટેલર"