Wednesday, July 14, 2010

"અંધકાર ક્યાંય મળતો નથી"



તમારી નજરમાં અમારા હ્યદયનો સ્વીકાર ક્યાંય મળતો નથી,
છતાં પણ હ્યદયમાં તમારા વિનાનો વિચાર ક્યાંય મળતો નથી.

તમારી એક ઝલકને માટે તરસી રહું છું જ્યારે-જ્યારે,
ચહેરાનો તમારા વાદળમાં પણ આકાર ક્યાંય મળતો નથી.

પાછું વળીને જોયું તમે ને ફરીથી કરી દીધું અજવાળું,
દિવો લઈને શોધું છું હવે હું, અંધકાર ક્યાંય મળતો નથી.

ભાન ભૂલી ભટકી ગયા "ચિત" ભ્રમણા ભરેલી કોઈ ભીડમાં,
સૃષિટ આખીમાં કદમોને મારા વિસ્તાર ક્યાંય મળતો નથી.

શોધી રહ્યું છે આસ્વાસન એમનું, અહેસાન અમારા વડે થયેલું,
સોદા-બાજીમાં પડેલી દુનિયામાં આમજ ઉપકાર ક્યાંય મળતો નથી.

"ચિંતન ટેલર"

1 comment:

  1. તમારી એક ઝલકને માટે તરસી રહું છું જ્યારે-જ્યારે,
    ચહેરાનો તમારા વાદળમાં પણ આકાર ક્યાંય મળતો નથી.

    nice one..
    *
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    * * *

    ReplyDelete