Thursday, July 15, 2010

"સરકી જાય જો સાથી સહુ સંકટના સમયે"



ટચલી આંગળીના નખ વડે ભીની-ભીની રેતીમાં ચહેરો કોતરીને જો-જો,
મારા એ ચહેરાની આંખોમાં આંસુ જોવા મળશે,
પછી હાથની કોમળ-કોમળ હથેળીમાં થોડાં આંસુના ટીપાં ગોઠવીને જો-જો,
હર એક આંસુમાં ચહેરો તમારો જોવા મળશે.

આવે કદમો તળે જો પીપળનું પાંદડું,
સુકાયેલું, કરમાયેલું, રગ-રગ વતાવતું તે પાંદડું ઉઠાવી ને જો-જો,
જાળી-જાળી પાંદડામાં હ્યદય મારું જોવા મળશે.

પીછો નહી છોડે ક્યારેય દર્દના અવાજો,
વહેતી નદી, લહેરાતો પવન અને પંખીના કલરવને સાંભળીને જો-જો,
પ્રત્યેક અવાજોમાં છુપાયેલું ગીત મારું જોવા મળશે.

સરકી જાય જો સાથી સહુ સંકટના સમયે,
દુઃખતા દુઃખતા દિવસો અને રડતી રાતોમાં એકવાર "ચિત" થી પુકારીને જો-જો,
હાથ મારો તેજ ક્ષણે તમારા હાથોમાં જોવા મળશે.

"ચિંતન ટેલર"

"સ્થાપત્ય કલાનો દેશ છે"



હાલત હ્યદયની ક્યાં કહે છે? ચોતરફ છેતરામણી છે,
સ્થાપત્ય કલાનો દેશ છે, પ્રત્યેક હ્યદયમાં કોતરમણી છે.

"ચિંતન ટેલર"

"યાદોથી અમારી ક્યાં સુધી છટક્યા કરશો આમ જ તમે"



ઉંબરે આવી ને ક્યાં સુધી અટક્યા કરશો આમ જ તમે,
યાદોથી અમારી ક્યાં સુધી છટક્યા કરશો આમ જ તમે.

ફરો છો કહેતા કે છોડી દીધી છે તમે પણ ગલીઓને અમારી,
તો સપનામાં આવી ક્યાં સુધી ભટક્યા કરશો આમ જ તમે.

ખંડેર ઘરના કોઈ ખૂણાનું માનું છું હું એક અંધારું છું,
તપતી સડક પર જઈ ક્યાં સુધી પ્રગટ્યા કરશો આમ જ તમે.

મને પણ છુપાવ્યો હતો ક્યારેક હજું પણ તે યાદ કરીને,
ઝુલ્ફોને તમારી ક્યાં સુધી જટક્યા કરશો આમ જ તમે.

જે હ્યદયની તિરાડોમાં "ચિત" હજુ પણ જગ્યા છે તમારી,
શીખર પર્વતથી ક્યાં સુધી પટક્યા કરશો આમ જ તમે.

"ચિંતન ટેલર"

"તે ઘડી ભુલી શકાતી નથી"



હજુ પણ ક્યારેક તે ઘડી યાદ આવે છે,
જ્યારે મારા અવાજ માત્રને સાંભળવા તમે મારા ઘરના ઊંબરા સુધી પહોંચી આવ્યા હતા.
અને હજુ પણ ક્યારેય તે ઘડી ભુલી શકાતી નથી,
જ્યારે મારા અનેક અવાજો સાંભળવા છતાં તમારા કદમો તમારા ઘરના ઊંબરા ને ન ઓળંગી શક્યાં.

"ચિંતન ટેલર"

Wednesday, July 14, 2010

"અંધકાર ક્યાંય મળતો નથી"



તમારી નજરમાં અમારા હ્યદયનો સ્વીકાર ક્યાંય મળતો નથી,
છતાં પણ હ્યદયમાં તમારા વિનાનો વિચાર ક્યાંય મળતો નથી.

તમારી એક ઝલકને માટે તરસી રહું છું જ્યારે-જ્યારે,
ચહેરાનો તમારા વાદળમાં પણ આકાર ક્યાંય મળતો નથી.

પાછું વળીને જોયું તમે ને ફરીથી કરી દીધું અજવાળું,
દિવો લઈને શોધું છું હવે હું, અંધકાર ક્યાંય મળતો નથી.

ભાન ભૂલી ભટકી ગયા "ચિત" ભ્રમણા ભરેલી કોઈ ભીડમાં,
સૃષિટ આખીમાં કદમોને મારા વિસ્તાર ક્યાંય મળતો નથી.

શોધી રહ્યું છે આસ્વાસન એમનું, અહેસાન અમારા વડે થયેલું,
સોદા-બાજીમાં પડેલી દુનિયામાં આમજ ઉપકાર ક્યાંય મળતો નથી.

"ચિંતન ટેલર"

"નજર જ્યાં અટકે છે ત્યાં કદર પણ જડતી નથી"



કદર ત્યાં કરે કોઈ જ્યાં નજર પણ પડતી નથી,
નજર જ્યાં અટકે છે ત્યાં કદર પણ જડતી નથી.

"ચિંતન ટેલર"

"ક્ષણભરમાં વિનાશ છે"



હ્યદયના અમારા કોઈ ખૂણે ક્યાંક એક આભાસ છે,
કે આપના હ્યદયમાં અમારા માટે હજું પણ અવકાશ છે,
ધારણાઓના મહેલતો ચણવાની આદત પડી છે "ચિત",
વર્ષો વીતે એક કાંકરો ચણતા, ને ક્ષણભરમાં વિનાશ છે.

"ચિંતન ટેલર"

"વર્ષો જુનાં સંબંધો આજે ખુલાસો ચાહે છે"



હ્યદય દુઃખતા દુઃખતા કોઈનો દિલાસો ચાહે છે,
વર્ષો જુનાં સંબંધો આજે ખુલાસો ચાહે છે.

અંધારા ખૂણા ઉરના પ્રકાશ ને પામે ક્યાંથી?
ઝળહળતાં દિવડાં ખુદ જ્યાં પ્રકાશો ચાહે છે.

પુષ્પોનું એ જ જીવન ઊગવું અને મુરઝાવું,
ફૂલો કરમાઈ ચુક્યા પછી સુવાસો ચાહે છે.

સુકાઈ રહી છે નદિઓ રણમાં વહી-વહીને,
નજરો વળી ફરી પહેલાની ભિનાશો ચાહે છે.

"ચિત" લાગણી અરમાનોનો નાશ કોઈ પુરતો નથી,
જગ આ હ્યદય પાસેથી ઘણાં વિનાશો ચાહે છે.

"ચિંતન ટેલર"

Tuesday, July 13, 2010

"માણી લીધેલા મિલનની ક્ષણોનું, સ્મરણ હજું તો બાકી છે"



માણી લીધેલા મિલનની ક્ષણોનું, સ્મરણ હજું તો બાકી છે,
મુદત પડી છે મુલાકાતમાં માત્ર, મરણ હજું તો બાકી છે.

કદમો તળે છે તપતી રેતી, ને આકાશમાં બળે છે સૂરજ,
આપના પગલાથી ઉડતી જતી ધૂળ હજુ પણ આંખોએ રાખી છે,
વીતાવી દીધું મેદાન આખું પણ રણ હજું તો બાકી છે.

ખુલે જો આંખો યાદો એમની, અને બંધ આખોએ સપનાં એમના,
યાદો એમની અને સપનાં એમનાં ઉજાગરાના સાથી છે,
દિવસોમાં નહી પણ મહિના વર્ષોનું જાગરણ હજું તો બાકી છે.

બળતો છે સૂરજ, તારો છે ઝાંખો સરખામણી યોગ્ય છે ચંદ્ર આખો,
પૂનમના આખા ચંદ્રનો પ્રકાશ જગતમાં સર્વવ્યાપી છે,
છતાં પણ બે સિતારાઓ વચ્ચે અંધકાર હજું તો બાકી છે.

નહીં છોડે પતન સુધી "ચિત" પડછાયો તમાર વિચારો નો,
પ્રતિબિંબ અમારું જ્યાં-જ્યાં પડે તમાર ચહેરાની ઝાંખી છે,
પાણી ડહોળા હોય તો શું થયું દર્પણ હજું તો બાકી છે.

"ચિંતન ટેલર"

"તને મારું મરણ નહીં સતાવે?"



જ્યારે પણ તું ખરતો સિતારો, તુટતો મિનારો અને છુટતો કિનારો કે આંખોનો ઈશારો જોઈશ,
શું તને ખાતરી છે કે તને મારું સ્મરણ નહી સતાવે!
મારી જિંદગીની તારા માટે કશીજ કિંમત ન હોય તેમ પણ બને!
પણ શું તને ખાતરી છે કે તને મારું મરણ નહીં સતાવે?

"ચિંતન ટેલર"