
નજરોની સામે રહ્યા કરો તો, આ પલકોને ખોલ્યા કરું,
નહીં તો આંખોને બંધ રાખી, તમને જ બસ જોયા કરું.
તમારા વદનના ઈશારાઓ વિકલ્પ બની ગયાં મુલાકાતનાં,
બીડેલા હોઠોં કહે જે તમારા તે શબ્દોને શોધ્યા કરું.
ચુકવી શકાશે નહીં કોઈ મૂડીથી કિંમત તમારા એક સ્મિતની,
મેળવવાને મોતી તમારા આંસુનું સમંદરને ખળ્યા કરું.
જીવનના હર પાસામાં રહી છે જીત અમારી સાથે-સાથે,
હારો નહી જો હ્યદય તમારું તો જીત પર રોયાં કરું.
ખોવાઈ ચુકેલા મનને અમારા, મળે જો સંગ "ચિત" તમારા મનનો,
પ્રીતની નાનકડી દાબડી માટે જીવનનો ખજાનો ખોયા કરું.
"ચિંતન ટેલર"