
ટચલી આંગળીના નખ વડે ભીની-ભીની રેતીમાં ચહેરો કોતરીને જો-જો,
મારા એ ચહેરાની આંખોમાં આંસુ જોવા મળશે,
પછી હાથની કોમળ-કોમળ હથેળીમાં થોડાં આંસુના ટીપાં ગોઠવીને જો-જો,
હર એક આંસુમાં ચહેરો તમારો જોવા મળશે.
આવે કદમો તળે જો પીપળનું પાંદડું,
સુકાયેલું, કરમાયેલું, રગ-રગ વતાવતું તે પાંદડું ઉઠાવી ને જો-જો,
જાળી-જાળી પાંદડામાં હ્યદય મારું જોવા મળશે.
પીછો નહી છોડે ક્યારેય દર્દના અવાજો,
વહેતી નદી, લહેરાતો પવન અને પંખીના કલરવને સાંભળીને જો-જો,
પ્રત્યેક અવાજોમાં છુપાયેલું ગીત મારું જોવા મળશે.
સરકી જાય જો સાથી સહુ સંકટના સમયે,
દુઃખતા દુઃખતા દિવસો અને રડતી રાતોમાં એકવાર "ચિત" થી પુકારીને જો-જો,
હાથ મારો તેજ ક્ષણે તમારા હાથોમાં જોવા મળશે.
"ચિંતન ટેલર"
nice..
ReplyDeletedost duva kar ave na tena par sakat no samai.
like this way..
na ave kadi dukh jivan ma tena.
http://zankar09.wordpress.com/