
ફૂલોની ઝંખનામાં જીવન કાંટા કેમ અડે છે,
હોઠ ભલે હસતાં રહે, પણ આંખો તો રડે છે.
એકલવાયો મારગ છે ને ચઢાણ પણ કપરું છે,
પગમાં પડી ગયા છે છાલા, સામો પવન પણ નડે છે.
મુંગા મનને જાણ શું છે? સમય ક્યાં બદલે છે,
ચમનમાં ખોઈ બેઠા તા જેને, જઈ રણમાં જડે છે.
શાંતિની આશા તો છે પણ આશા ક્યાં ફળે છે,
સમાધાન ત્યાં કરાવે કોણ? બે હાથ જ્યાં લડે છે.
વિરહની વેદનામાં કાયા આખે આખી બળે છે,
વર્ષાની જરૂર છે જ્યાં ત્યાં "ચિત" વીજાળી પડે છે.
"ચિંતન ટેલર"