
હાથોમાં એમનો હાથ છે, પણ યોજનોની દૂરી છે,
પોતાના માની લેવાની સમજણ હજુ અધુરી છે.
સ્મિતની પાછળ છુપાવો નહી રહસ્યો ઘણા અવગણનાના,
મિલન તમારું એવુ વિતે કે લાગે મળવું કોઈ મજબૂરી છે.
બનીને પાગલ જે સુવાસો પાછળ ભટકે વન માં વગડામાં,
તે મન મૃગલું શું જાણેકે નાભી માં કસ્તુરી છે.
કહો છો આવજો અધિરા બનીને આવીશું તો આવકારશો શું?
એક હ્યદય ને આવકારવા "ચિત" એક હ્યદય જરુરી છે.
"ચિંતન ટેલર"